સ્વાસ્થ્ય મંત્રાલય દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગામ્બિયામાં કફ-સિરપથી ૬૬ બાળકોનાં મોતના મુદ્દે ભારતીય કંપની મેડન ફાર્માસ્યુટિકલની દવાઓ પર વિશ્વ આરોગ્ય સંસ્થાએ સવાલ ઉઠાવ્યા છે તેવા સમયે હવે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડબલ્યુએચઓની કામીગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસીજર (એસઓપી) મુજબ કોઈ દેશની દવાના સબસ્ટાન્ડર્ડ હોવા અંગે ડબલ્યુએચઓ કોઈપણ માર્ગદર્શિકા અથવા એડવાઈઝરી જાહેર થાય તો સ્વાસ્થ્ય સંગઠનની જવાબદારી છે કે તે દવાના લેબલનો ફોટો સંબંધિત દેશની નિયામક સંસ્થાને મોકલે. પરંતુ આ કિસ્સામાં ૬ દિવસ પસાર થઈ જવા છતાં ડબલ્યુએચઓએ ડીસીજીઆઈને દવાઓના પેકેજિંગના લેબલના ફોટો મોકલ્યા નથી અને દવાઓની બેચની માહિતી પણ નથી અપાઈ.
સ્વાસ્થ્ય મંત્રાલયે ડબલ્યુએચઓ પર સવાલ કરતાં કહ્યું કે, ગામ્બિયામાં આ દવાઓના ટેસ્ટિંગ કરાયા તો ત્યાં ખામીઓ કેમ મળી નહીં કે પછી ડબલ્યુએચઓ તરફથી આ ચાર ડ્રગ્સના ટેસ્ટિંગ વિના જ તે દેશમાં ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.
આ મુદ્દે ડબલ્યુએચઓએ ચૂપકિદી સેવી રાખી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી પછી બિહારત સરકારે તુરંત કાર્યવાહી કરતાં મેડન ફાર્માસ્યુટિકલની ચારેય કફ સિરપ પર પ્રતિબંધ મૂકી દીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.