જો બાઈડને પહેલા ભાષણમાં કહ્યું ચીનના આર્થિક શોષણને રોકવાનુ છે, આકરી કાર્યવાહી કરવા તૈયાર રહો.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડને પહેલી વખત રાજકીય ભાષણ આપીને ચીનને સીધો પડકાર ફેંક્યો છે. બાઈડને વિદેશ મંત્રાલયના કર્મચારીઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, ચીન દ્વારા થઈ રહેલા આર્થિક શોષણનો આપણે મુકાબલો કરીશું. ચીન દ્વારા માનવાધિકારોના થઈ રહેલા ઉલ્લંઘન, બૌધ્ધિક સંપદાની થઈ રહેલી ચોરી અને બીજા દેશો પર ચીન દ્વારા થઈ રહેલી દાદાગીરીને રોકવા માટે અમેરિકા કઠોર કાર્યવાહી કરશે. તેમણે કહ્યુ હતુ કે, અમેરિકાના હિતની વાત હશે તો અમે બિજિંગ સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે.

અમે અમારા સહયોગી દેશો સાથે કામ કરીને આંતરરાષ્ટ્રિય સ્તરે અમેરિકાની ભૂમિકાને નવુ રૂપ આપીશું અને દેશની અંદર સ્થિતિ વધારે સારી કરવા માટે કામ કરીશું. એટલા માટે જ હવે મારી સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકાની ભૂમિકાને વધારવા માટે કામ શરુ કર્યુ છે. ચીન દ્વારા થઈ રહેલા આર્થિક શોષણ સાથે કામ પાર પાડવાને સરકાર પ્રાથમિકતા આપી રહી છે. બાઈડેને કહ્યુ હતુ કે, અમેરિકાએ જે પડકારોનો સામનો કરવાનો છે તેમાં ચીનની વધતી જતી મહત્વકાંક્ષા અને લોકતંત્રને નુકસાન પહોંચાડવા માટે રશિયા દ્વારા થઈ રહેલી કામગીરીનો સમાવેશ થાય છે. સાથે સાથે કોરોનાની મહામારી, ક્લાઈમેટ ચેન્જ પણ અમેરિકા સામેના મોટા પડકારો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.