આધારકાર્ડ લિંક છે તો તમને ગેસની બોટલ આટલા રૂપિયામાં મળશે, જાણો શું છે પ્રોસેસ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પેટ્રોલ ડિઝલની મોંઘવારી સામાન્ય જનતાને ચિંતામાં મુકી દીધા છે. પરંતુ તેમાં પણ વધારે મોંઘવારીનો માર સતાવી રહ્યો છે તે છે ગેસની બોટલ. તેની કિંમતો વિતેલા કેટલાક મહિનામાં આશરે 200 રૂપિયા વધારવામાં આવી છે જેનાથી સામાન્ય લોકોના રસોડાના હાલ બેહાલ થયા છે. પરંતુ જો તમને ખબર પડે કે ગેસ સિલિંન્ડર 300 રૂપિયા ઓછુ કામ મળશે તો તમે જરૂર જાણવું જોઈએ.

વાસ્તવમાં સરકારે ઘરે આવતા ગેસની બોટલની સબ્સિડી આપી રહી છે. ખાસકરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર સબ્સિડિમાં 174.80 રૂપિયાથી વધારીને 312.80 રૂપિયા કરી દેવામાં આવી છે. તો તમે આ યોજના હેઠળ રજીસ્ટર્ડ છો તો તમને ગેસ સિલિન્ડર ઉપર 312 રૂપિયાની બચત થઈ શકે છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર ઉપર સબ્સિડી લેવા માટે તમારૂ આધારકાર્ડ આ યોજના સાથે લીંક હોવું જોઈએ. જો એવું થયું નથી તો એકાઉન્ટમાં સબ્સિડીની રકમ નહીં આવે. આધારકાર્ડના માધ્યમથી LPG સબ્સિડી લેવા માટે આધારકાર્ડને બેંક એકાઉન્ટથી લીંક કરવાનું રહેશે. તે તમારા મોબાઈલ નંબર ઉપર ગેંસ એજન્સીની સાથે રજીસ્ટર્ડ હોવો જરૂરી છે. જો તમારૂ આધારકાકર્ડ લીંક નહીં હોય તો આ સુવિધા મળશે નહીં.

તમારા આધારકાર્ડને ત્રણ રીતે રજીસ્ટર્ડ કરાવી શકો છો. પહેલું છે મોબાઈલ નંબરના માધ્યમથી, બીજું એસએમએસના માધ્યમથી અને ત્રીજું UIDAIની વેબસાઈટ ઉપર જઈને. જ્યારે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જાય છે તો તમે UID ટાઈપ કરીને ગેસ એજન્સીના નંબર ઉપર મોકલીને તેને રજીસ્ટર્ડ કરાવી શકો છો. રજીસ્ટર્ડ થતાની સાથે જ તમારા મોબાઈલ નંબર ઉપર જાણકારી આવી જશે.

જો તમે મોબાઈલ નંબર કે એસએમએસના માધ્યમથી તેને રજીસ્ટર્ડ નથી કરી શક્યાં તો તમે ઈન્ડેન ગેસની એજન્સીના ટોલ ફ્રી નંબર 1800 2333 5555 ઉપર કોલ કરીને ત્યાંના કર્મચારીને જણાવો કે તમારો આધાર નંબર લીંક કરવાનો છે. તે કામ કસ્ટમર કેર અધિકારી પોતાના હાથે જ કરી દેશે.

જો તમે ઓનલાઈન પોતાના આધારને ગેસ સબ્સિડી માટે લીંક કરવા માંગો છો તો તમે UIDAIની વેબસાઈટના માધ્યમથી પણ આ કામ કરી શકો છો. તેના માટે તમારે વેબસાઈટ ઉપર પોતાનું નામ, એડ્રેસ, સ્કીમ, ગેસ ડ્રિસ્ટ્રીબ્યુટરની જાણકારી તે બધુ ભરીને તમે વેબસાઈટના માધ્યમથી પોતાનું આધાર સબ્સિડી લેવા માટે લીંક કરાવી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.