આઈ.એ.એસ અધિકારી પાસે અધધ… 100 કરોડની સંપતિ, સીબીઆઈના દરોડા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

યુપીમાં ખનન કૌભાંડમાં પુર્વ આઈએએસ સત્યેન્દ્રસિંહ સહિત તેના નજીક લોકોના સ્થળે સીબીઆઈના દરોડા

સીબીઆઈએ ખનન કૌભાંડમાં રિટાયર્ડ આઈએએસ ઓફીસર સત્યેન્દ્ર સહીત 10 લોકોની સામે મંગળવારે એફઆઈઆર નોંધી હતી. તપાસ એજન્સીએ સત્યેન્દ્ર અને તેના નજીકના લોકોના 9 સ્થળોએ દરોડા પાડયા હતા, જેમાં 44 અચલ સંપતિના દસ્તાવેજોની સાથે બે કરોડ રૂપિયાની જવેલરી, 10 લાખ રૂપિયા રોકડા, 51 લાખ રૂપિયાથી વધુની એફડી મળી હતી.

અચલ સંપતિની રકમ 100 કરોડ રૂપિયાથી વધુ માનવામાં આવે છે.સત્યેન્દ્ર અને તેના પરિવારના નામે 36 બેન્ક ખાતા અને 6 લોકર પણ છે આ ખાતા લખનૌ, કાનપુર, ગાઝીયાબાદ અને નવી દિલ્હીની બેન્કોમાં છે તેમના લોકરમાંથી 1 લાખ રૂપિયાની જૂની કરન્સી પણ મળી છે. મોડી રાત સુધી દસ્તાવેજોની તપાસ થઈ હતી.

અખિલેશ સરકારના માનીતા સત્યેન્દ્ર લખનૌમાં ડી.એમ. તેમજ એલડીએ વીસી પણ રહી ચૂકયા છે. આ મામલો વર્ષ 2012-14નો છે. એ સમયે સત્યેન્દ્ર કૌસામ્બીમાં ડીએમ હતા.સીબીઆઈએ જાણ્યું હતું કે સત્યેન્દ્રે વહીવટી આદેશોની ઐસીતૈસી કરીને મનમાની રીતે ખનન પટ્ટાની ફાળવણી કે રિન્યુ કર્યા હતા. તેમણે ખનન પટ્ટાની નવેસરથી ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયાથી ફાળવણી ન કરીને પોતાના સગા વહાલામાં ખનન પટ્ટાનું નવીનીકરણ કરાવેલું.

બે નવા પટ્ટા પણ ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયા વગર ફાળવી દીધા હતા.એફઆઈઆરમાં સત્યેન્દ્ર સિવાય નેપાલી નિષાદ, નર નારાયણ મિશ્રા, રમાકાંત દ્વિવેદી, ખેમરાજસિંહ, રામ પ્રતાપસિંહ, મુન્નીલાલ, શિવપ્રકાશ સિંહ, રામ અભિલાષ અને યોગેન્દ્રસિંહના નામો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.