વાવાઝોડુ મહારાષ્ટ્રના અલીબાગ સાથે અથડાયું; મહારાષ્ટ્રના ૨૧ અને ગુજરાતના ૧૬ જિલ્લાઓમાં અસર, એક લાખ લોકોનું સ્થાળંતર કરાયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ ૧ વાગ્યે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવ ફૂંકાયો હતો. જેને કાંઠેથી પસાર થતા લગભગ ૩ કલાક જેટલો સમય લાગશે. આ સાથે જ મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનની અવરજવર અટકાવી દેવાઈ છે. તો બીજી બાજુ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા છે. આ પહેલા તોફાન ગુજરાતના કાંઠે પણ અથડાવાના અનુમાનો લગાવાયા હતા.

ચક્રવાત નિર્સગના કારણે મુંબઈથી આવતી જતી ૧૯ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેમાંથી ૧૧ મુંબઈથી જનારી અને ૮ આવનારી ફ્લાઈટ છે. તો બીજી બાજુ મધ્ય રેલવેએ મુંબઈ જનારી ૮ સ્પેશ્યલ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.