ગૃહિણીઓના માથે ફરી ટેન્શન, ટામેટાં બાદ હવે દાળ થઇ મોંઘી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દાળ: તહેવારોનો સમય આવી રહ્યો છે અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. હજુ તો માંડ ટામેટાના ભાવથી રાહત મળી ત્યાં તો દાળના ભાવ આસમાને પહોંચતા ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળના ભાવમાં અચાનક કિલોએ 10થી 25 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. વડોદરાના હાથીખાના માર્કેટના પ્રમુખ નિમેષ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળમાં ભાવવધારો થયો છે. તુવેર દાળમાં કિલોએ 10થી 12 રૂપિયાનો વધારો થયો છે. અડદ દાળમાં કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો છે અને ચણા દાળમાં કિલોએ 4થી 5 રૂપિયાનો વધારો થયો છે. હાલ થોડા સમય માટે આ ભાવવધારો થયો છે.

હજી ટામેટાના ભાવમાં માંડ રાહત થઈ છે. તેમાં તેલના ભાવમાં ભડકો થયો છે. આ ભાવ વધારો ઓછો હતો ત્યાં હવે ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવા સમાચાર બન્યા છે. છેલ્લાં 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ દરેક દાળના ભાવમાં 10 થી 25 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ કારણે ગૃહિણીઓને ફરી એકવાર ટેન્શન થઈ રહ્યું છે.

મોંઘવારીને કાબૂમાં રાખવામાં સરકાર અસમર્થ રહી છે. એક પછી એક જીવન જરૂરિયાતી વસ્તુઓના વધતા ભાવ સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યું છે. મોંઘવારી બેકાબૂ બની રહી છે. દાળના વધતા ભાવ પાછળ વેપારીઓએ વિવિધ કારણો જણાવ્યા. તેમણે કહ્યું કે, ગત વર્ષે તુવેરનું પ્રોડ્કશન ઓછું થયુ હતું. તેમજ આફ્રિકા, બર્મામાં પાક ઓછો થતા દાળની આયાત ઘટી છે. આ ઉપરાંત યુદ્ધની પરિસ્થિતિમાં તમામ દેશોએ દાળનો ઓવરસ્ટોક કર્યો હોય તેવુ પણ કહેવાય છે. તો તહેવારોની સીઝનમાં દાળની માગમાં વધારો થતા ભાવ વધાર થતા તુવેર, અડદ અને ચણાની દાળમાં ભાવમાં વધારો થયો છે તેવુ ચર્ચાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.