મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, 12નાં મોત, 23 ઘાયલ
ઔરંગાબાદમાં સમુદ્ધિ એક્સપ્રેસ વે જામ્બરગાંવ ટોલ પોસ્ટ પર ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે તેમજ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસપીના જણાવ્યા અનુસાર તમામ લોકો એક ટેમ્પોમાં મુસાફરી કરી રહ્યા હતા. જેને પાછળથી આવીને ટોલ પોસ્ટ પાસે ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી. જેના કારણે ટેમ્પોમાં સવાર 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ઘણા લોકોની હાલત હજુ પણ નાજુક જણાવવામાં આવી રહી છે. ટેમ્પોમાં સવાર લોકો બુલઢાણાથી નાસિક જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી. બુલઢાણામાં લોકો દર્શન માટે ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ નાશિકના 35 શ્રદ્ધાળુઓ બુલઢાણા જિલ્લામાં પ્રવાસી બાબાની દરગાહના દર્શન કરવા ગયા હતા. જ્યારે આ લોકો દર્શન કરીને નાસિક પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. જ્યારે આ મીની બસ વૈજાપુર પાસેથી પસાર થઈ રહી હતી, તે જ સમયે જામબરગાંવ શિવરાના ટોલ પર એક ટ્રક ઉભી હતી. મીની બસ ફાસ્ટ ગતિએ આવી રહી હતી અને સીધી પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ મિની બસની ટક્કર એટલી જોરદાર હતી કે 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં એક 4 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
આ ઘટના અંગે સ્થાનિક લોકોને આ માહિતી મળી તો તેઓએ તાત્કાલિક પોલીસને સમગ્ર મામલાની જાણ કરી અને મિની બસમાં ફસાયેલા લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને કામમાં લાગ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત લોકોને બચાવી લેવાયા હતા. ઈજાગ્રસ્તોને સંભાજીનગરની ઘાટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મુસાફરો નાશિક જિલ્લાના પાથર્ડી અને ઈન્દિરાનગરના રહેવાસી છે.
Tags india Maharashtra rakhwal truck