1 જુલાઈથી હીરોના બાઇક થશે મોંઘા, કંપની નક્કી કરશે નવા ભાવ
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorp તેના પસંદગીના મોડલની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. Hero MotoCorp 1 જુલાઈ, 2024 થી તેના પસંદગીના સ્કૂટર્સ અને મોટરસાઈકલ મોડલ્સની કિંમતોમાં રૂ. 1500 સુધીનો વધારો કરવા જઈ રહી છે. સોમવારે આની જાહેરાત કરતા કંપનીએ કહ્યું કે ઉત્પાદનની ઊંચી કિંમતને કારણે તેણે આ પગલું ભરવું પડ્યું. દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદકે જણાવ્યું હતું કે કિંમતમાં સુધારો રૂ. 1,500 સુધીનો રહેશે અને મોડલ અને બજારના આધારે વધારો બદલાશે.
સોમવારે હીરો મોટોકોર્પના શેરમાં તેજી સાથે વેપાર જોવા મળ્યો હતો. સોમવારે બપોરે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીનો શેર 0.68 ટકા અથવા રૂ. 37.15ના વધારા સાથે રૂ. 5,489.05 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 5,894.30 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 2,768.55 છે. સોમવારે BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,09,743.19 કરોડ પર બંધ થયું હતું.