સુરતમાં સાંબેલાધાર વરસાદ, 4 કલાકમાં 14 ઇંચ વરસાદ

ગુજરાત
ગુજરાત

ગુજરાતનાં દરેક જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે સુરતના ઉમરપાડામાં માત્ર 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉમરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સવારે 11 વાગ્યા સુધીમાં ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.