મુંબઈમાં ભારે વરસાદ, મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
મુંબઈ : શનિવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાલઘરમાં આજે આવતીકાલે (રવિવારે) ભારે વરસાદ માટે ઓરેન્જ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય રાયગઢ અને થાણેમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મુંબઈમાં શનિવારે ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રે આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે દિવસમાં ચોમાસાનો વરસાદ સામાન્ય રીતે હળવોથી મધ્યમ રહેશે પરંતુ 4 ઓગસ્ટે વરસાદ વધુ તીવ્ર બની શકે છે. વરસાદને ધ્યાનમાં રાખીને, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ હાઈ ટાઈડ એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ પાલઘર, થાણે અને રાયગઢ જિલ્લામાં 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન પાલઘર, નાસિક, ધુલે, નંદુરબાર, કોલ્હાપુર અને સિંધુદુર્ગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે. પુણે અને સાતારામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.