દિલ્હીમાં ભરશિયાળે વરસાદ, પંજાબ-હરિયાણામાં પણ વરસાદ વરસ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વાતાવરણે પલટો લેતાં ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના ઓછી

મોસમના બદલી રહેલા મિજાજે સૌને પરેશાન કરી દીધા છે. સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા થોડા દિવસોથી ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી કર્યું હતું. દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તપ્રદેશના પશ્ર્ચિમી વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે.

વરસાદ બાદ ફરી એક વખત ઠંડીનો પારો સૂસવાટા બોલાવી શકે છે. છેલ્લા થોડા દિવસોથી વધી રહેલા તાપમાનથી એવું મનાય રહ્યું હતું કે હવે ઠંડી ઝડપથી ખતમ થઈ જશે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા યથાવત છે. સહેલાણીઓ બરફવર્ષાનો સતત લુત્ફ ઉઠાવવા પહોંચી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગલાં ત્રણથી ચાર દિવસ સુધી પશ્ર્ચિમી વિક્ષોભને કારણે અફઘાનિસ્તાન ઉપર ચક્રવાતની સ્થિતિ બની ગઈ છે. આ કારણથી વરસાદ પડશે એટલું જ નહીં આગલા 24 કલાકમાં શીતલહેરથી પણ રાહત મળવાની સંભાવના છે. વરસાદનું એલર્ટ પલવલ, સોનીપત, પાનીપત, હિસાર, ફરીદાબાદ, માનેસર, ગુરુગ્રામ, બુલંદશહર, હસ્તીનાપુર, ચાંદપુર, અમરોહા, કૈથલમાં આપવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.