ગુજરાત સહીત 21 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, મુંબઈ-આસામમાં ભારે વરસાદથી ટ્રેન સેવા સ્થગિત

ગુજરાત
ગુજરાત

ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યાં પણ જોવો ત્યાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે. આસામની વાતકરવામાં આવે તો અહી પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મુંબઈ પણ પાણીમાં ડૂબી ગયેલું જોવા મળી રહ્યું છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં લેન્ડ સ્લાઈડને કારણે સ્થિતિ ખરાબ છે. દેશભરમાં નદીઓ વહેતી થઈ રહી છે.

સ્થિતિ એવી છે કે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ટ્રેન સેવા સ્થગિત કરવી પડી છે. બાળકોની શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજની વાત કરીએ તો હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત દેશના લગભગ 21 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આવો જાણીએ સમગ્ર દેશમાં ચોમાસાના વરસાદને કારણે શું છે સ્થિતિ અને કેવું રહેશે હવામાન?

આ રાજ્યોમાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 7 રાજ્યો મહારાષ્ટ્ર, આસામ, ગોવા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. અન્ય રાજ્યો દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, તેલંગાણામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.