અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આકાશમાં 2 યુદ્ધ વિમાનો વચ્ચે જોરદાર ટક્કર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એરશો દરમિયાન એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં ડલ્લાસમાં બીજા વિશ્વયુદ્ધના સમયના બે યુદ્ધ વિમાનો આકાશમાં ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાં જ એક પ્લેનના બે ટુકડા થઈ ગયા, જ્યારે બીજું પ્લેન સંપૂર્ણ રીતે નાશ થઈ ગયું. આ અકસ્માત ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પાસે થયો હતો. પાયલોટ અને ક્રૂ મેમ્બર સહિત 6 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા અનુસાર શનિવારે યુએસએના ડલ્લાસમાં વિશ્વ યુદ્ધ-2 સ્મારક એરશોનું આયોજન કરાયું હતું. આ એરશોને નિહાળવા માટે ઘણા લોકો આવ્યા હતા. આ એરશો ચાલી રહ્યો હતો ત્યારે અચાનક એક બોઇંગ B-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ બોમ્બર અન્ય બેલ P-63 કિંગકોબ્રા ફાઇટર પ્લેન એકબીજા સાથે અથડાયા હતા.એરપોર્ટ અધિકારીઓએ ટ્વિટર પર જણાવ્યું કે, જ્યાં વિમાનો ક્રેશ થયા ત્યાં ઇમરજન્સી કર્મચારીઓ પહોંચી ગયા છે. દુર્ઘટના બાદ તપાસ કરાઈ રહી છે. જોકે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે, બંને વિમાનમાં કેટલા લોકો સવાર હતા. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બે વિમાનો સામ-સામે ધડાકાભેર અથડાય છે અને આગની ઝપેટમાં આવી જમીન પર તૂટી પડે છે. હાલ FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ બંનેએ તપાસ શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.