HCએ બળાત્કારના કેસમાં જામીન આપવાનો કર્યો ઇનકાર: સગીરની સંમતિ એ કાયદામાં સંમતિ નથી
દિલ્હી હાઈકોર્ટે 16 વર્ષની બાળકી પર બળાત્કારના આરોપીને જામીન આપવાનો ઈન્કાર કરતા ટિપ્પણી કરતા કહ્યું કે,’સગીરની સંમતિ એ કાયદામાં સંમતિ નથી’. તે સાથે જ કોર્ટે બાળકીના આધાર કાર્ડમાં જન્મતારીખ બદલવા પર પણ રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, આધાર કાર્ડ પર છોકરીની જન્મતારીખ બદલવામાં વ્યક્તિનું તે વલણ “ગંભીર અપરાધ” સાબિત કરી છે. “એવું લાગે છે કે અરજદાર પુરુષે આધાર કાર્ડ પર જન્મ તારીખ બદલીને લાભ લેવા માંગતો હતો, જેથી જ્યારે અરજદારે ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધ્યો ત્યારે તે સગીર ન રહી શકે.”
જસ્ટિસ જસમીત સિંહે કહ્યું હતું કે, “16 વર્ષની ઉંમરે સગીરની સંમતિ પર પણ જામીન મેળવવાનો અધિકાર કાયદો આપતું નથી, ખાસ કરીને જ્યારે અરજદાર 23 વર્ષનો હતો અને તે પહેલાથી જ પરિણીત હતો. સગીરની સંમતિ એ લોકોની નજરમાં કોઈ સંમતિ નથી. છોકરીના પિતાએ તેમની પુત્રીના ગુમ થવા અંગે 2019માં FIR નોંધાવી હતી. બાદમાં, યુવતીને ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી શોધી કાઢવામાં આવી હતી.
તે યુવકને મળનારી યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે તેનો બોયફ્રેન્ડ છે અને તે તેની સાથે લગભગ દોઢ મહિના સુધી રહેતી હતી. તેણીએ એવું પણ કહ્યું કે વ્યક્તિએ તેની સંમતિથી શારીરિક સંબંધો બનાવ્યા હતા અને તે આગળ તેની સાથે રહેવા માંગે છે. આરોપી વ્યક્તિએ એ આધાર પર જામીન માંગ્યા હતા. તે 2019થી કસ્ટડીમાં છે અને તેના વિરુધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.
જજે અવલોકનના આધાર પર કહ્યુ કે, “હાલના કેસમાં, હું માનું છું કે ઘટનાની તારીખે છોકરીની ઉંમર માત્ર 16 વર્ષની હતી. અરજદારની ઉંમર 23 વર્ષની હતી અને તે પહેલેથી જ પરિણીત હતો. તે તેમના વકીલ દ્વારા કહેવાયું હતું. તેણે ફરિયાદી સાથે વાત કરી છે અને ફરિયાદીએ તેને જાણ કરી છે કે આરોપી વ્યક્તિ તેને SDMની ઑફિસમાં લઈ ગયો અને આધાર કાર્ડમાં તેની ૨૦૦૨ વાળી જન્મતારીખ બદલીને 5 માર્ચ 2000 કરી દીધી હતી. માત્ર એ સાબિત કરવાના હેતુથી કે તે જાતીય સંબંધના દિવસે સગીર ન હતી.”
અદાલતે, પક્ષકારોના વકીલ દ્વારા આગળની હરીફ દલીલો, કેસની હકીકતો, રજૂ કરેલા પુરાવા અને ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં લેતા, અરજદારની જામીનની અરજીને ફગાવી દીધી હતી.