ભારતનો આર્થિક કોરિડોર રોકવા માટે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો, અમેરિકી રાષ્ટ્રપતિનો મોટો દાવો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ચોંકાવનારો દાવો કર્યો છે. બિડેને આ યુદ્ધ પાછળ ભારતનું નામ ઉમેર્યું છે. બિડેને કહ્યું છે કે તાજેતરમાં દિલ્હીમાં G-20 દરમિયાન લેવાયેલ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર અંગેનો નિર્ણય પણ હમાસે ઈઝરાયેલ પર હુમલો કરવાનું એક કારણ છે. જો કે, તેમની પાસે આ દાવા માટે કોઈ પુરાવા નથી. બિડેને પોતે કહ્યું છે કે તેમનું મૂલ્યાંકન તેમની સમજ પર આધારિત છે, તેમની પાસે આ માટે કોઈ પુરાવા નથી.