ઘોર બેદરકારી: પ્લાયવુડથી ઢંકાયેલ ગટરનાં ઢાંકણા પર પગ મૂકતા જ બાળક અંદર પડ્યું

ગુજરાત
ગુજરાત

દિલ્હીના ડિફેન્સ કોલોની વિસ્તારમાં એક બાળક ગટરનાં નાળામાં પડી ગયું હતું. જોકે, સ્થાનિક લોકોની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બાળકને કોઈ ઈજા થઈ નથી. ઘટનાની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

પોલીસના જણાવ્યા અનુસાર, ગટરની સફાઈ માટે બનાવેલા કાણાં પર કોઈ ઢાંકણું નહોતું. તે માત્ર પ્લાયબોર્ડથી ઢંકાયેલું હતું. આવી સ્થિતિમાં આઠ વર્ષનું બાળક પ્લાયવુડ પર ઉભું થતાં જ પ્લાયવુડ તૂટી ગયું અને બાળક ગટરમાં પડી ગયું હતું. 

સ્થાનિક લોકોની મદદથી બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે, આઠ વર્ષના બાળકના ગટરમાં પડી જવાની ઘટના ચિંતાજનક છે અને કોઈ મોટી ઘટના બને તે પહેલા તેને ઢાંકી દેવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિનો પગ આવા ખાડામાં પડી જાય તો તેને ગંભીર ઈજા થઈ શકે છે. નાના બાળકો માટે આ એક વધુ જોખમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.