વિશ્વમાં કોરોના સામે મહા જંગ શરૂ: યુરોપમાં વેકિસનેશન: ભારતમાં ટ્રાયલ રન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી: 2020નો અંત નજીક આવી રહ્યો છે અને વિશ્વને નવા વર્ષની ઉમ્મીદો આપતા એક અભૂતપૂર્વ અભિયાનમાં આજથી કોરોના સંક્રમણને મારી હટાવવાનો નિર્ણાયક જંગ શરુ થઈ ગયો છે. એક તરફ વિશ્વમાં અમેરિકા અને બ્રિટન બાદ હવે યુરોપમાં 27 દેશોમાં કોરોના વેકસીનેશનનો પ્રારંભ થયો છે તો વધુ એક સારા સમાચાર એ છે કે ભારત સહિતના દેશો માટે આશાનું પ્રતિક જેવી ઓકસફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેકસીન 100% સુરક્ષિત હોવાનું અને તે બ્રિટન સહિતના દેશોમાં કોરોનાનો જે નવો અવતાર સામે પણ કારગર નિવડશે તેવો દાવો થયો છે. પ્રશ્ન આ વેકસીનને બહુ જલ્દી મંજુરી આપશે અને તે સામે વિશ્ર્વમાં ફાયઝર- મોર્ડના બાદ હવે ઓકસફર્ડની વેકસીન પણ ઝડપથી ઉપલબ્ધ બની જશે. બીજી તરફ ભારતમાં પણ આજથી ગુજરાત, આસામ, પંજાબ અને આંધ્રપ્રદેશમાં કોરોના વેકસીનની ડ્રાય-રન અથવા ટ્રાયલ રન શરુ થયા છે અને બે દિવસમાં વેકસન લેબથી લઈને લોકો સુધી પહોંચાડવાની અને વેકસીનેશનની પ્રક્રિયાનું ગ્રાન્ડ રીહર્લસર થશે જેના કારણે વાસ્તવમાં અમલમાં મુકવા સમયની જે કઈ મુશ્કેલી હોઈ શકે છે તેને જાણીને આ કામગીરીને શ્રેષ્ઠ બનાવી શકાશે. કેન્દ્રના અને રાજયોના આરોગ્ય મંત્રાલયના સીધા મોનેટરીંગ હેઠળ આ પ્રક્રિયા આજથી શરૂ થશે. દરેક રાજયોમાં બે-બે જીલ્લાઓ અને પાંચ કેન્દ્રો પર હોસ્પીટલો આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પીટલ વિ. ને તેમાં સામેલ કરવામાં આવી છે અને દેશમાં આગામી માસમાંજ વેકસીન ઉપલબ્ધ બની જશે અને પ્રથમ તબકકામાં 30 કરોડ લોકોને વેકસીન આપવામાં આવશે જેના માટે ટાર્ગેટ પીપલ્સને ઓળખી લેવાયા છે અને આગામી ત્રણ થી ચાર માસમાં દેશમાં સૌ કોઈને વેકસીન ઉપલબ્ધ બને તેવી સરકારની યોજના છે.

બીજી તરફ દેશમાં જ નીર્મિત ભારત બાયોટેકની વેકસીનના ત્રીજા તબકકાનું માનવ ટ્રાયલ શરૂ પણ થઈ ગયું છે અને 750 લોકોને અમદાવાદની એક હોસ્પીટલમાં આ વેકસીન આપવામાં આવી છે. જેની કોઈ આડ અસર પણ જોવા મળી નથી. દેશમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને સૌ પ્રથમ આ વેકસીન આપવામાં આવશે જેથી લાંબા સમયથી આ વાયરસ સામે લોકોના જીવન બચાવી રહેલા કોરોના યોદ્ધાઓને સુરક્ષિત કરી શકાશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.