લાખો લોકો માટે રોજગારની સુવર્ણ તક ગૂગલનો પ્રોજેક્ટ ‘વાણી’ 38 ભાષા એક પ્લેટફોર્મ પર

ગુજરાત
ગુજરાત

ભારતમાં ભાષાની વિવિધતા ગૂગલની સામે મોટો પડકાર છે. ગૂગલ તેનાં ઉત્પાદનો થકી એક દાયકાથી પણ વધુ લાંબા સમયથી ભાષાના અવરોધોને દૂર કરવા પર કામ કરી રહ્યું છે. હિન્દીનું વધતું વર્ચસ્વ જોતા ગૂગલે ‘પ્રોજેક્ટ વાણી’ શરૂ કર્યો છે. જેથી ભારતની 22 ભાષાઓનો ઉપયોગ કરી ટેક્નોલોજી મારફતે બીજાને સરળતાથી કનેક્ટ કરી શકાય.

સાથે જ, ઓનલાઇન એજ્યુકેશન અને હેલ્થકેર જેવી જીવન બચાવનારી ઘણી વેબ સર્વિસીસના ઉપયોગમાં કોઈ પરેશાની ન આવે. ભારતમાં લાખો લોકો ગૂગલના ‘સર્ચ’, ‘મેપ’ અને ‘અસિસ્ટન્ટ’ જેવાં ટૂલ 9 ભારતીય ભાષાઓમાં ઉપયોગ કરી રહ્યાં છે. જી-બોર્ડ 60 ભારતીય ભાષાઓમાં ટાઇપિંગને સપોર્ટ કરે છે અને 10 ભારતીય ભાષાઓમાં વોઈસ ટાઇપિંગ પણ આપે છે.

ગૂગલે ઘણી એવી ટેક્નોલોજીને ખૂબ સારી બનાવી છે. આ કારણે ભાષાને લઈને ઘણું કામ થયું અને થઈ રહ્યું છે. 2022માં એઆઈ મોડલ MuRILથી ભારતીય ભાષાઓને સમજવામાં ઘણી સરળતા થઈ. અત્યાર સુધીમાં 80 જિલ્લામાં 38 ભાષાઓનો 5000 કલાકનો ડેટા એકત્ર કરાઈ રહ્યો છે. તેની મદદથી ડેવલપર્સ ભારતીય ભાષાઓ પર આધારિત સ્પીચ રેકગ્નિશન એપ્લિકેશન્સ બનાવી રહ્યા છે. ભારતીય ભાષાઓ માટે AIને વધુ લોકતાંત્રિક બનાવવાની આપણી ઝુંબેશ જારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.