અષાઢી બીજ પહેલા સોના-ચાંદીનાં ભાવમાં વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Business
Business

આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણને કારણે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. HDFC સિક્યોરિટીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુરુવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 530ના વધારા સાથે 73,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બુધવારના ટ્રેડિંગ સેશનમાં સોનું 72,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 1,200 રૂપિયા વધીને 92,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. પાછલા સત્રમાં તે રૂ. 91,300 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો.

24 કેરેટ સોનું મોંઘુ થયું

HDFC સિક્યોરિટીઝના સંશોધન વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હીના બજારોમાં 24 કેરેટ હાજર સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 73,080 હતા, જે અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 530 વધુ છે.” બજારના સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીના સ્થાનિક બજારોમાં સોનું 74,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું. ચાંદી રૂ.92,300 પ્રતિ કિલો પર રહી. વૈશ્વિક બજારોમાં, કોમેક્સમાં સ્પોટ ગોલ્ડ 2,355 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં $16 વધુ હતું. આ ઉપરાંત, ચાંદીની કિંમત અગાઉના સત્રમાં $29.80 પ્રતિ ઔંસની સરખામણીએ વધીને $30.25 પ્રતિ ઔંસ થઈ હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.