કોરોનાના નવા સ્વરૂપથી ગભરાયેલા જર્મનીએ લોકડાઉન 7 માર્ચ સુધી લંબાવ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એક લાખની વસતીએ 35 કેસ મળશે ત્યારે જ અપાશે છૂટછાટ: ચાન્સેલર મર્કેલા સહિતનાનો નિર્ણય

કોરોના વાયરસના નવા સ્વરૂપને લઈને પ્રવર્તી રહેલી ચિંતાને કારણે જર્મનીમાં લોકડાઉનને 7 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાન્સેલર એન્જેલા મર્કેલ અને 16 રાજ્યના નેતાઓએ આ નિર્ણય લીધો છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી મળી હતી. દેશમાં પહેલાંથી જ લોકડાઉન લાગુ છે જે 14 ફેબ્રુઆરીએ પૂર્ણ થવાનું હતું જેને હવે વધારીને સાત માર્ચ કરી દેવાયું છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા મુજબ એક લાખ લોકોમાં 35 નવા કેસ સામે આવ્યા બાદ પાબંદીઓમાં ઢીલ આપવામાં આવશે. આવું થશે તો વેપાર, મ્યુઝિયમ અને ગેલેરી ખોલવાની પરવાનગી મળી જશે.

જર્મનીએ નવેમ્બરની શરૂઆતથી આંશિક લોકડાઉન લગાવાયું હતું અને પછી ડિસેમ્બરના મધ્યમાં નવા કેસમાં ઝડપથી વધારો આવ્યા બાદ પ્રતિબંધોને કડક કરી દેવાયા હતા. જો કે હવે દૈનિક કેસોની સંખ્યા ઘટી રહી છે જે 30 હજારથી ઘટીને 10 હજાર થઈ ગઈ છે. મર્કેલ અને અન્ય અધિકારી વાયરસના નવા સ્વરૂપથી ચિંતીત છે જે અત્યંત સંક્રમક છે. મર્કેલે બેઠક બાદ પત્રકાર પરિષદમાં કહ્યું કે જૂનો વાયરસ ચાલ્યો જશે. નવા વાયરસ સાથે હવે આપણે જીવવાનું છે. અત્યાર સુધી નવા વાયરસ અને તેના વ્યવહારનું આકલન કરી શક્યા નથી. સવાલ એ છે કે નવું સ્વરૂપ કેટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં પ્રભાવિત દેખાઈ રહ્યા છે અને તેનાથી નવા કેસમાં ઘટાડો પણ આવી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.