ગેંગસ્ટર છોટા રાજનને હોટેલિયરની હત્યાનાં આરોપમાં મુંબઈની વિશેષ અદાલતે ફટકારી આજીવન કેદની સજા
મુંબઈની વિશેષ અદાલતે ગુરુવારે ગેંગસ્ટર છોટા રાજનને 2001માં હોટેલિયર જય શેટ્ટીની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી છે. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળના કેસ માટે વિશેષ ન્યાયાધીશ એ.એમ. પાટીલે ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ રાજનને હત્યા માટે દોષિત ઠેરવ્યો હતો. જય શેટ્ટી મધ્ય મુંબઈમાં ગામદેવીમાં આવેલી ગોલ્ડન ક્રાઉન હોટેલનો માલિક હતો.
છોટા રાજન ગેંગ તરફથી ખંડણીની ધમકીઓનો સામનો કરી રહેલા જય શેટ્ટીને 4 મે, 2001ના રોજ હોટલના પહેલા માળે ગેંગના બે કથિત સભ્યોએ ગોળી મારી દીધી હતી. કોર્ટનો વિગતવાર આદેશ હજુ સુધી ઉપલબ્ધ નથી. પોલીસે હોટલ મેનેજરની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કેસની તપાસમાં જાણવા મળ્યું કે શેટ્ટીને છોટા રાજન ગેંગના સભ્ય હેમંત પૂજારી તરફથી ખંડણીનો કોલ આવ્યો હતો અને જ્યારે તેણે પૈસા ન આપ્યા ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. આ પણ
રાજન સામે ખંડણી અને સંબંધિત ગુનાઓ માટે ઘણા કેસ નોંધાયેલા છે, તેથી હોટેલિયરની હત્યા કેસમાં તેની અને અન્ય આરોપીઓ સામે MCOCA હેઠળ આરોપો પણ ઉમેરવામાં આવ્યા હતા. અગાઉના બે અલગ-અલગ ટ્રાયલ્સમાં, અન્ય ત્રણ આરોપીઓને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એકને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. રાજન 2011માં પત્રકાર જે ડેની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને હાલમાં તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
Tags CHHOTA RAJAN india Rakhewal