![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/parivaar.png)
મજા ફેરવાઈ મોતમાં, લોનવલામાં સંબંધીઓ સામે જ આખો પરિવાર પાણીમાં ડૂબ્યો
મુંબઈ નજીક લોનવલામાં રજાઓ મનાવી રહેલા પરિવારના પાંચ સભ્યો રવિવારે બપોરે ભુસી ડેમના બેકવોટર પાસે આવેલા ધોધના જોરદાર કરંટથી ડૂબી ગયા હતા. આ ઘટના બપોરે 1:30 વાગ્યાની આસપાસ બની હતી અને પોલીસે તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દોરડા અને ટ્રેકિંગ ગિયરથી સજ્જ બચાવ કાર્યકરોએ પીડિતોના મૃતદેહોની શોધ ચાલુ રાખી હતી, જેમાં સોમવારે સવારથી બે મૃતદેહો મળી આવ્યા હતા અને ત્રણ મૃતદેહોની શોધ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એક જ પરિવારના પાંચ લોકો જ્યારે ફરવા નીકળ્યા હતા ત્યારે ધોધના પાણીમાં પ્રવેશ્યા હતા, એમ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું હતું. અચાનક પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો અને બધા તેમાં ડૂબી ગયા હતા.