અપહરણ કરાયેલા ચાર ભારતીયોના કેલિફોર્નિયામાં  મૃતદેહો મળતા ચકચાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરવામાં આવેલા શિખ પરિવારના ચાર સભ્યો એક બગીચામાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે તેમ સત્તાવાળાએોએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ ચારેય સભ્યોનું આ સપ્તાહની શરૂઆતમાં અપહરણ કરવામાં આવ્યું હતું.
મૃતકોના પરિવારજનો પંજાબના હોશિયારપુરના હરસી પીંડમાં રહેશે. આ ચારેયનું અપહરણ કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી કરવામાં આવ્યું હતું. તેમણે તાજેતરમાં જ પોતાનો નવો ટ્રકિંગ બિઝનેસ શરૂ કર્યો હતો..
મર્સિડ કાઉન્ટીના શેરીફ વર્ન વાર્નકે જણાવ્યું હતું કે ૩૬ વર્ષીય જસદીપ સિંહ, ૨૭ વર્ષીય જસલીન કૌર, તેમની આઠ મહિનાની દીકરી આરોહી અને આ બાળકીના કાકા ૩૯ વર્ષીય અમનદીપ સિંહના મૃતદેહો બુધવાર સાંજે ઇન્ડિયાના રોડ અને હચીસન રોડ પાસે આવેલા એક બગીચામાંથી મળી આવ્યા હતાં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને આ જ વાતનો ડર હતો અને છેલ્લે એ જ થયું. વાર્નકે વધુમાં જણાવ્યું હતું કે બગીચા પાસે કામ કરતા એક ખેત મજૂરે આ મૃતદેહો જોયા હતાં અને તેણે તાત્કાલિક સત્તાવાળાઓને આ અંગે જાણ કરી હતી.
પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે મને આ ઘટના પછી મને કેટલો ગુસ્સો આવી રહ્યો છે તે હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી.આ ચારની હત્યા કરનારાઓને નર્કમાં એક ખાસ જગ્યા હશે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો એક શંકાસ્પદજેસસ મેન્યુઅલ સાલગાડોની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે તે ગંભીર હાલતમાં મળી આવ્યો હોવાથી હાલમાં તેની સારવાર ચાલી રહી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે શીખ પરિવાર ટ્રકિંગ કંપનીની ઓફિસમાંથી કંઇ પણ ચોરી થયું નથી જો કે પરિવારજનોએ અપહરણ સમયે જ્વેલરી પહેરેલી હતી.અપહરણકર્તા અને હત્યારાઓએ કોઇ ખંડણીની માંગ કરી ન હતી તેના પરથી લાગી રહ્યૂું છે કે આ અપહરણનો ઉદ્દેશ નાણા પડાવવાનો જ હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.