ચાર મિત્રોએ એકસાથે દુનિયાને કહ્યું ‘અલવિદા’, મોત એવી રીતે આવ્યું કે જોઈને રુંવાટા ઉભા થઇ જશે

ગુજરાત
ગુજરાત

ઝારખંડના ધનબાદ જિલ્લામાં એક ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં વાહનમાં મુસાફરી કરી રહેલા ચાર મિત્રોના મોત થયા હતા અને એક મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી. ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 190 કિલોમીટર દૂર લોહરબરવામાં મંગળવારની રાત્રે આ ઘટના બની હતી. ગોવિંદપુરના નાયબ પોલીસ અધિક્ષક શંકર કાંતિએ જણાવ્યું કે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઘાયલ વ્યક્તિને સારવાર માટે ધનબાદની નિર્મલ મહતો મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મંગળવારે મોડી રાત્રે લોહાર બરવા નામના સ્થળે આ અકસ્માત થયો હતો. તમામ 5 મિત્રો સિક્સ લેન નેશનલ હાઈવે-2 પરથી કારમાં ખોટી દિશામાં જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી એક ટ્રકે કારને ટક્કર મારી હતી. નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ઘટના બાદ ટ્રક ચાલક વાહન લઈને ભાગી ગયો. મૃતકોમાં ધનબાદના રંગા ટંડ વિસ્તારના રહેવાસી રાહુલ કુમાર ગુપ્તા અને ગાંધી નગર કોલોનીના રહેવાસી અંકિતનો સમાવેશ થાય છે. અન્ય બેની ઓળખ થઈ નથી.

જણાવવામાં આવ્યું છે કે કાર રોંગ સાઈડથી જઈ રહી હતી. સામેથી આવતી ટ્રક સાથે જોરદાર અથડાતા કારનો નાશ થયો હતો. ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. માહિતી મળતાં પોલીસ પણ આવી પહોંચી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.