એચ.ડી.એફ.સી બેન્કના આઈટી માળખાના ઓડીટ માટે ખાનગી કંપનીની નિયુક્તિ

Business
Business

છેલ્લા બે વર્ષથી દેશની સૌથી મોટી ખાનગી બેન્કમાં વિધ્નો આવતા રિઝર્વ બેન્કનો ફેસલો

એચડીએફસી બેન્કે મંગળવારે જણાવ્યું હતું કે આરબીઆઈએ તેના આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચરનું ઓડીટ કરાવવા માટે એક બહારના ફર્મને નિયુક્ત કર્યું છે. દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્કમાં છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક વાર સેવામાં વિધ્ન આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એચડીએફસી બેન્કે શેર બજારને જણાવ્યું હતું કે આરબીઆઈએ બેન્કીંગ નિયામક કાનૂન 1949ની કલમ 30 (1-બી) અંતર્ગત બેન્કની સંપૂર્ણ આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચરનું ખાસ ઓડીટ કરાવવા માટે એ બહારના પ્રોફેશ્નલ આઈટી ફર્મને નિયુક્ત કર્યું છે. જેનો ખર્ચ બેન્ક વહન કરશે. ગત મહીને એચડીએફસી બેન્કે આરબીઆઈને વારંવાર થતા સેવામાં વિધ્નનું સમાધાન કરવા માટે એક વિસ્તૃત કાર્યયોજના સોંપી હતી. આ કાર્યયોજનામાં બેન્કે કહ્યું હતું કે તે ત્રણ મહિનામાં પોતાના આવકવેરા માળખામાં સુધારો કરશે.

સંતુષ્ટ થયા બાદ આરબીઆઈ એચડીએફસી પર બેન હટાવશે

અધિકારીએ વિશ્ર્લેષકોની બેઠકમાં જણાવ્યું હતું કે કાર્યયોજના લાગુ થવામાં 10-12 સપ્તાહ લાગશે અને આગળની સમયસીમા આરબીઆઈના નિરીક્ષણ પર આધારીત રહેશે તથા સંતુષ્ટ થયા બાદ નિયામક પ્રતિબંધ હટાવશે. આરબીઆઈએ એચડીએફસી બેન્કના ઓનલાઈન બેન્કીંગમાં અનેકવાર સમસ્યા આવ્યા બાદ બેન્કને અસ્થાયી રીતે નવી ડિઝીટલ પહેલ શરુ કરવાર અને નવા ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરવા પર રોક લગાવી દીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.