સિક્કિમમાં ભારે વરસાદ બાદ પૂર-ભૂસ્ખલન, 2000 ઘરેલુ-વિદેશી પર્યટકો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન જારી
ઉત્તર સિક્કિમમાં ગુરુવારે અચાનક આવેલા પૂર બાદ ભૂસ્ખલનને કારણે 2000થી વધુ ઘરેલુ અને વિદેશી પર્યટકો ફસાઈ ગયા હતા. આ મામલે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર સિક્કિમ જિલ્લા હેડક્વાર્ટર મંગનથી ચુંગાથાંગ તરફ જતો રોડ ધોવાઈ જતાં વાહનવ્યહાર ઠપ થઈ ગયો છે.
પરિણામે 1975 જેટલા ઘરેલુ અને 36 વિદેશી પર્યટકો લાચેન અને લાચુંગ ક્ષેત્રોની હોટેલમાં ફસાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા કુદરતી સૌંદર્યની સાથે જુદા જુદા સ્થળનું પ્રવેશદ્વાર મનાય છે. વિદેશી પર્યટકોમાં 23 બાંગ્લાદેશના, 10 અમેરિકાના અને ત્રણ સિંગાપોરના છે. તેની સાથે જ અધિકારીઓએ કહ્યું કે ઉત્તર સિક્કિમમાં જુદા જુદા સ્થળોએ 345 કારો અને 11 બાળકો ફસાઈ છે. તેમણે કહ્યું કે વરસાદ રોકાયા બાદ માર્ગોનું સફાઈકામ હાથ ધરાયું હતું.