આસામમાં પૂરની સ્થિતિ વણસી, 444 ગામો પાણીમાં, IMDએ 5 દિવસ માટે આપ્યું રેડ એલર્ટ
આસામમાં હાલમાં ભારે વરસાદના કારણે પુર આવ્યું છે જેના કારણે હાલત ગંભીર થઈ ગઈ છે. પુરના કારણે રાજ્યના કેટલાક જીલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયુ છે. આસામના 10 રાજ્યોમાં અત્યાર સુધી આશરે 31 હજારથી વધુ લોકો પાણી ભરાયેલા વિસ્તારમાં રહેવા માટે મજબુર છે. મંગળવારના રોજ પુરના કારણે હાલત ગંભીર સ્થિતિમાં છે. જો કે હાલમાં રાહત અને બચાવ કાર્ય ઝડપી કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. અને આસામના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. હાલમાં પુરના કારણે 15 જિલ્લાઓને અસર થઈ છે, તે સાથે 80 હજારથી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે.
IMDના ગુવાહાટી વિસ્તારમાં આવેલા ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્ર RMCએ વિશેષ હવામાન સમાચારમાં સોમવારે 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આગામી 2 દિવસ સુધી ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યુ છે. અને ગુરુવારના રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટમા તાત્કાલિક કાર્યવાહી કરવાની જરુર હોય છે. જ્યારે ઓરેન્જ એલર્ટમાં કાર્યવાહી માટે તૈયાર રહેવાનું હોય છે. તેમજ યલો એલર્ટમાં હવામાન પર સતત નજર રાખવાની તેમજ સતર્ક રહેવાનું હોય છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ પ્રમાણે ચિરાંગ, દરાંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, કોકરાઝાર, લખીમપુર, નલવાડી, સોનિતપુર અને ઉદલગુડી જિલ્લામાં પુરના કારણે 30700 થી વધારે લોકોને અસર થઈ છે, સૌથી ખરાબ અસર લખીમપુર જિલ્લાને થઈ છે. જ્યા 22000થી વધારે લોકો પુરથી પ્રભાવિત થયા છે.