છત્તીસગઢના બીજાપુર નજીક જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ સામે ગોળીબાર , 12 નક્સલવાદીઓ ઠાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

છત્તીસગઢના બીજાપુરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે સુરક્ષા દળોએ અહીં નક્સલવાદીઓ સામે સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. નોંધનીય છે કે, પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થઈ રહ્યો છે. ડીઆરજી, સીઆરપીએફ, કોબ્રા, એસટીએફ, બસ્તર ફાઇટર્સ અને બસ્તર બટાલિયનના સેંકડો સૈનિકોને સાથે રાખીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, આ એન્કાઉન્ટર ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીડિયા જંગલોમાં ચાલી રહ્યું છે.

આ ઓપરેશન બાબતે બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે વિગતો આપતા જણાવ્યું કે, અત્યારે બંને બાજૂથી ગોળીબાર થઈ રહ્યો છે. નોંધનીય છે કે, 9મી મેની રાત્રે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે બીજાપુરના છેલ્લા ગામ પીડિયામાં મોટા નક્સલવાદી નેતાઓ છુપાયા છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે, ઓપરેશન અત્યારે પણ ચાલુ જ છે.

નોંધનીય છે કે, માહિતી મળતાની સાથે જ આ 6 ટીમના જવાનોને પીડિયામાં મોકલવામાં આવ્યા હતા. આ ગામ બીજાપુર (Bijapur) મુખ્યાલયથી 70 કિમી દૂર છે અને દંતેવાડા જિલ્લાની સરહદને અડીને આવેલું છે. નોંધનીય છે કે, અત્યારે નક્સલવાદીઓના મોટા મોટા નેતાઓ અત્યારે સુરક્ષા દળોના નિશાના પર છે. તેમને શોધવા માટે સુરક્ષા દળોએ જંગલોમાં શોધખોળ તેજ કરી દીધી છે. તલાશીની સાથે સુરક્ષા દળોએ એલર્ટ પણ સક્રિય કરી દીધું છે. તાજેતરમાં ઘણા મોટા નક્સલવાદી એન્કાઉન્ટર થયા છે. જેમાં અનેક નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ તરફ વિષ્ણુદેવ સાંઈ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, નક્સલવાદીઓ આત્મસમર્પણ કરી દે, નહીં તો તેમનો સફાયો થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, 16 એપ્રિલે છત્તીસગઢના કાંકેરમાં પણ સુરક્ષા દળો અને નક્સલવાદીઓની મોટી અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નકલી વચ્ચેના એન્કાઉન્ટરમાં 29 માઓવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણમાં બે જવાનો પણ ઘાયલ થયા છે. સૈનિકોએ એકે-47 સહિત મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયારો જપ્ત કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં ટોચના નક્સલી કમાન્ડર શંકર રાવ પણ માર્યા ગયા હતા. તેના માથા પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. 30 એપ્રિલે, છત્તીસગઢના નારાયણપુરમાં ડીઆરજી-એસટીએફના જવાનોએ અબુઝહમદના જંગલોમાં ઘણી બાજુથી નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જવાનોએ 3 મહિલાઓ સહિત 10 માઓવાદી કેડરના મૃતદેહ બહાર કાઢ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.