અગ્નિકાંડ: 1 લાખ પાનાની ચાર્જશીટ, 28 લોકોના મોત થયા હતા, આગમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં બુધવારે ચાર્ટશીટ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસે કુલ 15 લોકો વિરુદ્ધ ચાર્ટશીટ દાખલ કરી છે, જેમાં ગેમઝોનનાં બે માલિક, સ્થાનિક એજેન્સીઓનાં કર્મચારીઓ અને અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસના ડેપ્યુટી કમિશનર પાર્થરાજ સિંહ ગોહિલે જણાવ્યું કે ચાર્ટશીટમાં કુલ 365ને જામીન બનાવવામાં આવ્યા છે. ચાર્ટશીટમાં આ બધાનાં નિવેદન નોધવામાં આવ્યા છે. ચાર્ટશીટ ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ જ્યુડીશીયલ એપી દવેની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
ચાર્ટશીટમાં કરવામાં આવ્યા આ ખુલાસા
પોલીસનાં જણાવ્યા અનુસાર ચાર્ટશીટમાં જણાવ્યું છે કે ઘટના સમયે ચાલી રહેલા વેલ્ડીંગ કાર્યથી નીકળેલા તણખાથી આગ લાગી હતી. આગ લાગ્યાના ચાર મિનીટની અંદર જ ફોમ શીટ, પ્લાસ્ટિક અને લાકડા સહીત આખા ઝોનને આગે જપેટમાં લઇ લીધી હતી. ચાર્ટશીટમાં આરોપીઓને વિભિન્ન કલમો હેઠળ આરોપો લગાવ્યા છે, જેમાં 304, 308, 337, 114 વગેરેની કલમો સામેલ છે.
શું છે સમગ્ર મામલો
જાણકારી અનુસાર રાજકોટનાં TRP ગેમઝોનમાં 25 મેની સાંજે આગ લાગી હતી. જણાવવામાં આવ્યું હું કે સાંજે 5:33 મિનીટ પર ગેમઝોનનાં એક ભાગમાં આગ લાગી હતી. આગ વેલ્ડીંગનાં કામ દરમિયાન લાગી હતી, સામન્ય તણખાથી આ આગે વિશાળ રૂપ ધારણ કર્યું હતું, અને જોતજોતામાં આખા ગેમઝોનમાં આગ લાગી હતી. આ ઘટનામાં 12 બાળકો સહીત કુલ ૨૮ લોકોના મોત થયા હતા.