નાણાં પ્રધાન બાકીના રૂપિયા ૨ લાખ કરોડનું રાહત પેકેજ આજે જાહેર કરી શકે છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી. કોવિડ-૧૯ મહામારીના સંકટમાંથી બહાર આવવા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે ૪ વાગે ૨૦ લાખ કરોડ રૂપયાના પેકેજના બાકી ૨ લાખ કરોડના બ્રેક અપ કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રૂપિયા ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ નાણાં પ્રધાન છેલ્લા ત્રણ દિવસથી તેના બ્રેક અપ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૮ લાખ કરોડ રૂપિયાના બ્રેક અપ આપી ચુક્યા છે.નાણાં પ્રધાને છેલ્લા ત્રણ દિવસમાં MSME,કોન્ટ્રેક્ટર, કર્મચારીઓ, શ્રમિક વર્ગ, વ્યાપાર-ઉદ્યોગ, પરપ્રાંતીય શ્રમિકો, વિના મૂલ્યે ખાદ્યાન, ખેડૂતોને વધારાની ધિરાણ સુવિધા, કૃષિ આંતર માળખાકીય સવલતો, માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ, મચ્છપાલન, પશુ રસીકરણ, ઔષધિય છોડ, મધમાખી ઉછેર જેવા અનેક ક્ષેત્રો માટે પેકેજની જાહેરાત કરી છે. આ સંજોગોમાં આજે કયાં ક્ષેત્ર માટે કેટલાક રૂપિયાનું પેકેજ આપવામાં આવશે તે જોવાનું રહેશે.

મળતી માહિતી પ્રમાણે પહેલું પેકેજ ૨૫ માર્ચના રોજ પ્રધાનમંત્રીએ ૧,૭૦,૦૦૦ કરોડ રૂપિયા જારી કર્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ કેટલાક તબક્કામાં જાહેરાત કરી હતી. એટલે કે પ્રધાનમંત્રીની ઘોષણા અગાઉ કુલ ૭,૩૫,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ જારી કરવામાં આવ્યું. તેમા ૧.૭૦ લાખ કરોડ રૂપિયાનું પ્રધાનમંત્રી પેકેજ હતું. જ્યારે ઇમ્ૈંએ બજારમાં લિક્વિડિટી વધારવા માટે રૂપિયા ૫,૬૫,૨૦૦ કરોડની વિવિધ જાહેરાતો કરી હતી.

બીજુ પેકેજ નાણાં પ્રધાને બુધવારે જારી કર્યું. તે ૫,૯૪,૨૫૦ કરોડ રૂપિયાનું પેકેજ હતું. આ પેકેજમાં SME માટે લોન, કોલોરેટલ, ડેટ અને ઈક્વિટી વગેરે મળીને કુલ ૩,૭૦,૦૦૦ કરોડ રૂપિયા જારી કર્યા હતા. એવી જ રીતે EPF માટે ૯,૨૫૦ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા. NBFC,HFC,MFIએટલે કે નોન-બેન્કિંગ, હાઉસિંગ ફાયનાન્સ તથા માઇક્રો ફાયનાન્સ માટે ૭૫,૦૦૦ કરોડ રૂપિયાની લિક્વિડિટી આપવામાં આવી. ડિસ્કોમ એટલે કે વીજળી કંપની માટે આ સમય દરમિયાન ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. જ્યારેTDS, TCSના રિડક્શન્સ પર ૫,૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી.

ગુરુવારે ત્રીજા પેકેજમાં ૩,૧૬,૦૦૦ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. તેમા PDS માટે ૩,૫૦૦ કરોડ રૂપિયા, મુદ્રા યોજના હેઠળ શિશુ લોન માટે ૧,૫૦૦ કરોડ રૂપિયા, સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી સ્ટ્રીટ વેન્ડર્સ માટે ૫,૦૦૦ કરોડ રૂપિયા, CAMPA માટે ૬,૦૦૦ રૂપિયા, નાબાર્ડ માટે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા, ક્રેડિટ કિસાન કાર્ડ માટે ૨ લાખ કરોડ રૂપિયા, ક્રેડિટ લિંક્ડ સબસિડી માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા.

શુક્રવારે ચોથા પેકેજના તબક્કામાં ૧,૫૫,૦૦૦ કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી. તેમા મુખ્યત્વે એગ્રીકલ્ચર ઈન્ફ્રાને મજબૂત કરવા પર ભાર આપવામાં આવ્યો. આ માટે એક લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. જ્યારે પશુપાલન માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા સહિતની અન્ય કેટલીક જાહેરાત કરવામાં આવી. આ રીતે જોવા જઈએ તો આત્મનિર્ભર ભારત માટે જાહેર ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજથી ૧૮ લાખ કરોડ રૂપિયા આવી ચુક્યા છે. હવે ફક્ત ૨ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવાની બાકી છે. જે અંગે આજે શનિવારે કરવામાં આવી શકે છે. આ ૨૦ લાખ કરોડ રૂપિયા ભારતના GDPના ૧૦ ટકા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.