આખરે સુરતમાં ત્રણ દિવસ બાદ મેઘરાજા શાંત પડ્યા, લોકોનાં મોઢા પર સ્મિત જોવા મળ્યું
રાજ્યમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતની વાત કરીએ તો અહી ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદનાં કારણે અડધું સુરત પાણી પાણી થઇ ગયું હતું. જો કે, ભારે વરસાદનાં કારણે જાહેર રસ્તાઓ અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. મહત્વનું છે કે સુરતમાં વરસાદ વિરામ લેતા લોકોનાં મોઢા પર સ્મિત જોવા મળ્યું છે.
સુરતમાં ખાડીપૂરની સ્થિતિનાં કારણે અડધું સુરત બાનમાં મુકાઈ ગયું હતું. જો કે, ત્રણ દિવસ બાદ મેઘરાજા શાંત થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. શહેરમાં વરસાદનાં કારણે લોકોનાં ઘરોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા જેથી લોકોને ઘરોમાં કેદ થવા મજબુર બન્યા હતા. મહત્વનું છે કે આખરે ત્રણ દિવસ બાદ વરસાદ બંધ થતાં લોકોએ હાશકારો લીધો હતો.