AAP અને ભાજપના કોર્પોરેટર વચ્ચે મારામારી, પૂર્વી દિલ્હી નગર નિગમની ઓફિસમાં ચાલ્યાં જૂતાં-ચંપલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પૂર્વી દિલ્હીની નગર નિગમની ઓફિસમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપના કોર્પોરેટરે જોરદાર હોબાળો કર્યો. બંને પક્ષ વચ્ચે ખાસડાં એટલે જૂતાં-ચંપલ ઉછળતા જોવા મળ્યાં. ન્યૂઝ એજન્સી મુજબ કોર્પોરેટ ફંડની હેરાફેરી અને કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શનો કરી રહ્યાં હતા. ત્યારે તેમની વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. રિપોટ્સ મુજબ કોર્પોરેટ પર ગૃહની કાર્યવાહીને ખોરંભતા એકશન લેવામાં આવ્યા છે.

વીડિયોમાં કેટલાંક કોર્પોરેટર હાથમાં ચંપલ તો કેટલાંક જૂતાં લહેરાવતા હતા. ભાજપના કોર્પોરેટરે ‘કેજરીવાલ શરમ કરો અને નિગમના પૈસા રિલીઝ કરો’ના સૂત્રોચ્ચારો લગાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.