કોરોના વાયરસ સામે લડી કર્મચારીઓ પર હુમલો કરનારને ૭ વર્ષ સુધીની સજા અને ૫ લાખનો દંડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રખેવાળ, ગુજરાત

સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. કેન્દ્રથી લઈ રાજ્ય સરકારો તેના જોખમને ઓછું કરવા માટે મજબૂત પગલા ભરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કોરોના વાયરસ, લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા થઈ છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના વિવિધ નિર્ણય અંગે માહિતી આપી છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને ૬ મહિનાથી ૭ વર્ષની કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેલની સજા ઉપરાંત રૂપિયા એક લાખથી રૂપિયા પાંચ લાખનો દંડ કરવાની પણ જોગવાઈ રજૂ કરવામાં આવી છે.

જાવડેકરે જણાવ્યું કે, મહામારી રોગ ધારો,૧૮૯૭માં સુધારો કરવામાં આવશે તેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરવા જેવી ઘટનાઓને અટકાવવા તેને ગુનાહિત કૃત્ય ગણવા તથા બિનજામીનપાત્ર સજા માટે વટહુકમ લાવવામાં આવશે. આ પ્રકારની ઘટનાની તપાસ ૩૦ દિવસની અંદજ પૂરી કરી લેવામાં આવશે. સ્વાસ્થ્ય કર્મચારીઓના વાહનો અથવા ક્લિનિકને નુકસાન પહોંચાડવામાં આવશે તો નુકસાન પામેલી મિલકતોના બજાર મૂલ્ય કરતા બમણી રકમ આરોપી પાસેથી વસૂલવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.