ટપોટપ હત્યાઓ બાદ ખાલિસ્તાનીઓમાં ખૌફનો માહોલ, અમેરિકામાં સિખ ફોર જસ્ટિસનો ચીફ પન્નુ ત્રણ દિવસથી ગાયબ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ખાલિસ્તાની આતંકીઓની એક પછી એક થઈ રહેલી હત્યાઓ વચ્ચે અમેરિકામાં રહેતો ખાલિસ્તાની આતંકવાદી અને સિખ ફોર જસ્ટિસ સંગઠન ચલાવતો ગુરૂપતવંત સિંહ પન્નુ ત્રણ દિવસથી ગાયબ થઈ જતા તરેહ તરેહની અટકલો થઈ રહી છે.

તાજેતરમાં જ ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નજ્જરની કેનેડામાં થયેલી હત્યા બાદ વિદેશોમાં રહીને ભારત સામે ઝેર ઓકી રહેલા ખાલિસ્તાનીઓમાં ભયનો માહોલ છે. આ સંજોગોમાં અમેરિકામાં ખાલિસ્તાન માટે જનમત સંગ્રહ કરાવવા માટેનુ અભિયાન ચલાવતો પન્નુ ગાયબ થઈ ગયો છે. પન્નુ અને નિજ્જર એક સાથે કામ કરી રહ્યા હતા. નિજ્જરે 2019માં પન્નુ સાથે હાથ મિલાવી લીધો હતો અને નિજ્જરે પન્નુના કહેવા પર કેનેડામાં ખાલિસ્તાન માટે જનમત સંગ્રહનુ કામ શરૂ કર્યુ હતુ.

નિજજરના મોત બાદ પન્નુએ પોતાનો પ્રચાર બંધ કરી દીધો છે. તેણે નિજ્જરના મોતનો વિરોધ કરતુ કોઈ નિવેદન પણ  આપ્યુ નથી. બ્રિટનમાં અવતારસિંહ ખાંડાના રહસ્યમય મોત બાદ પણ પન્નુએ મૌન સેવી લીધુ હતુ.

ભારત સરકારે પન્નુને આતંકી જાહેર કરેલો છે. પન્નુએ પીએમ મોદીને ગત એપ્રિલમાં મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે હવે ડરી ગયેલો પન્નુ પોતે જ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.