કર્ણાટકમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ, મૃતકોમાં 11 મહિલાઓનો સમાવેશ, PMએ સંવેદના વ્યક્ત કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તર કર્ણાટકમાં હુબલી-ધારવાડ બાઈપાસ પર સામેથી આવી રહેલી ટ્રક સાથે ટેમ્પાનો અકસ્માત થતા ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુ થયા છે અને અન્ય પાંચ વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૃતકો દાવાનગેર જીલ્લાના વતની હતા અને ગોવામાં એક પારિવારીક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા.

મૃતકોમાં 11 મહિલા અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. મૃત્યુ પામનારી મહિલાઓ એક ક્લબની સભ્ય હતા અને તેઓ ધારવાડથી ગોવા જઈ રહ્યા હતા.

ધારવાડ માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે માટી સંવેદના છે, જો લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓ જલ્દીથી સાજા થઈ જાય તેવી હું પ્રાર્થના કરું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.