6 ફેબ્રુઆરીએ ખેડૂતો દેશના તમામ નેશનલ, સ્ટેટ હાઇવે જામ કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવા કૃષિ કાયદા મુદ્દે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ખેંચતાણ જારી છે. ખેડૂતોએ 6 ફેબ્રુ.એ બપોરે 12થી 3 વાગ્યા સુધી દેશભરના નેશનલ અને સ્ટેટ હાઇવે જામ કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ દિલ્હીની સરહદો પર દેશભરમાંથી ખેડૂતો પહોંચવાનું જારી છે. પ્રજાસત્તાક દિને થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસ પણ રાજધાનીની કિલ્લેબંધીમાં જોતરાઇ છે. કિસાન એકતા મોરચા સહિત 250 ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયા છે. તેમની સામે ફેક અને ઉશ્કેરણીજનક ટ્વીટ-હેશટેગ ચલાવવાનો આક્ષેપ છે. ગૃહ મંત્રાલયે ત્રણેય સરહદે ઇન્ટરનેટ બૅન મંગળવારની રાત સુધી લંબાવ્યો છે.

26 જાન્યુઆરીથી કિસાન ટ્રેક્ટર પરેડમાં હિંસા પછી સરકારે સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડર પર ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દિધી હતી. હવે ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિક મંત્રાલય (MEITY)એ ટ્વિટરને 250 એકાઉન્ટ બ્લોક કરવાના નિર્દેશ આપ્યા છે. આ એકાઉન્ટ્સથી મોદી ખેડૂતોના નરસંહાર કરવાની પ્લાનિંગ કરી રહ્યાં છે તેવા હેશટેગની સાથે ટ્વીટ કરવામાં આવી રહ્યાં હતા. સાથે જ આ 30 જાન્યુઆરીએ આ એકાઉન્ટ ખોટા, ઉશ્કેરનારા અને ડરામણાં ટ્વીટ કરી રહ્યાં હતા. કિસાન નેતાઓનું કહેવું છે કે તેમાં સંયુક્ત કિસાન મોરચા ઉપરાંત અનેક ખેડૂત નેતાઓના ટ્વિટર એકાઉન્ટ્સ સામેલ છે.

કિસાન એકતા મોરચાના ટ્વિટર એકાઉન્ટના સંચાલક બલજિત સિંહે ભાસ્કરને જણાવ્યું કે આ કાર્યવાહી સોમવાર બપોરે 2.30 વાગ્યાના આસપાસ થઈ છે. બલજીત કહે છે કે, ‘અમારા સોશિયલ મીડિયા નેટવર્કથી ખેડૂતો સાથે જોડાયેલાં મુદ્દે દરરોજ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં હતા. આ આપણો અવાજ દબાવવાના પ્રયાસ છે.’ તો, આ મામલાને લઈને ટ્વિટરે કહ્યું કે કાયદા જરૂરિયાત અંતર્ગત આ એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.

ગાજીપુર બોર્ડર પર પોલીસે અનેક લેયરના બેરિકેડિંગ લગાવ્યા છે. અહીં ખીલ્લાવાળી તાર પાથરવામાં આવી છે. ગાજીપુર તરફથી નેશનલ હાઈવ-9ને સીલ કરી દેવામાં આવ્યા છે. હવે દિલ્હી તરફથી પ્રદર્શન સ્થળ પર સીધા પહોંચ્વું લગભગ અશક્ય છે. કેટલાંક પ્રદર્શનકારી સાઈડમાંથી જઈ રહ્યાં હતા, હવે ત્યાં પણ JCBથી ખોદવામાં આવ્યું છે. ટીકરી બોર્ડર પર અણીદાર સળિયા પાથરવામાં આવ્યા બાદ બેરિકેડ પાર કરવાનું હવે અશક્ય છે.

આંદોલનમાં આવેલા સાહિલ જીત સિંહે કહ્યું, ‘પોલીસ બેરિકેડની બીજી બાજુ ઘણું કરી રહી છે, અમારે દિલ્હી જવું જ નથી. અમે બસ અહીં પોતાનો મોરચો સંભાળી રાખવા માગીએ છીએ, પરંતુ પોલીસે આ રીતે અણીદાર સળિયા પાથર્યા તે ઘણું જ ખોટું છે. આ કારણે ઈમરજન્સીમાં પણ ગાડીઓ બીજી તરફ જઈ શકતી નથી. મેડિકલ વાહન પણ રોકાય જશે.’ ટીકરી બોર્ડર હાજર વધુ એક પ્રદર્શનકારી ગુરજીતે કહ્યું કે, ‘પોલીસે ટીકરી બોર્ડર પર રસ્તો ખોદી નાંખ્યો છે, જે પૂરી રીતે ગેરકાયદે છે. અનેક JCB મશીનથી ખોદવામાં આવ્યા છે.’

સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડર પર ઈન્ટરનેટ બંધ છે, જેના કારણે લોકોને પૂરી સુચનાઓ મળી નથી રહી. યોગ્ય જાણકારીઓના અભાવથી અનેક અફવાઓ પણ ફેલાય શકે છે, જેનાથી આંદોલન નબળું પડી શકે છે. અહીં ઈન્ટરનેટ તાત્કાલિક શરૂ કરવાની માગે જોર પકડ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.