દિલ્હી બોર્ડર પર ખેડૂતોની ભૂખ હડતાળ શરૂ, કહ્યું-સરકાર MSP અંગે ગેરમાર્ગે દોરી રહી છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવા ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે.આ બધાની વચ્ચે ભારતીય ખેડૂત યૂનિયનના પ્રેસિડેન્ટ ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે, સરકાર MSP અંગે બધાને ગેરમાર્ગે દોરી રહી છે. એક બાજુ ભાજપ એવો પ્રચાર કરી રહી છે કે MSP ચાલું રહેશે. તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહે 8 ડિસેમ્બરે અમારી સાથે મીટિંગમાં કહ્યું હતું કે, સરકાર તમામ 23 પાકને MSP પર ન ખરીદી શકે, કારણ કે આની પર 17 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. બીજી બાજુ ગૃહ મંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતા મુદ્દા પર આજે ફરી મીટિંગ કરી.

તો આ તરફ RSS સાથે જોડાયેલ સંગઠન સ્વદેશી જાગરણ મંચ પણ ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP)નો સપોર્ટ કરી રહ્યાં છે. સંગઠનનું કહેવું છે કે ખેડૂતોને MSPની ગેરેંટી મળવી જોઈએ. આનાથી ઓછી કિંમત પર ખરીદીને ગેર કાયદે જાહેર કરવી જોઈએ.તો આ તરફ ગૃહ મંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની મીટિંગ ચાલી રહી છે.

અપડેટ્સ

ખેડૂતો આજે તમામ જિલ્લા મુખ્યાલય પર ધરણા કરશે. તો આ તરફ રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર શાહજહાંપુરમાં સતત બીજા દિવસે ખેડૂતો ધરણા કરી રહ્યાં છે.

ખેડૂતોને દિલ્હીની સરહદ પર હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટ 16 ડિસેમ્બરે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની બેંચમાં તેની સુનાવણી થશે. અરજી કરનાર લો સ્ટુડન્ટ ઋષભ શર્માનું કહેવું છે કે ખેડૂત આંદોલનના કારણે રસ્તા જામ થવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. સાથે જ કોરોના સંક્રમણ વધવાનું જોખમ પણ છે.

ભારતીય ખેડૂત યૂનિયનના 3 નેતાઓના રાજીનામા અંગે BKUના પ્રવક્તા રાકેશ ટિકૈતનું કહેવું છે કે ખેડૂતોમાં કોઈ ફુટ નથી. જે 3 નેતાઓએ રાજીનામું આપ્યું છે, તે તેમના સંગઠનના અધ્યક્ષ ભાનૂ પ્રતાપ સિંહથી નારાજ હતા.
કેજરીવાલ ઉપવાસ રાખશે, અમરિંદરે કહ્યું- નાટક કરી રહ્યા છે

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ખેડૂતોની ભૂખહડતાળને સમર્થન આપતાં કહ્યું હતું કે તે પોતે ભૂખહડતાળ પર બેસશે. તેમને તેમની પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ ભૂખહડતાળ કરવાની અપીલ કરી છે, સાથે જ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યું છે.

ખેડૂત આંદોલન અંગે ગૃહમંત્રી અમિત શાહ સક્રિય થઈ ગયા છે. હજી સુધી શાહની ખેડૂતો સાથે એક જ બેઠક યોજાઈ છે, પણ હવે દરેક મુદ્દો તેઓ જાતે જોઈ રહ્યા છે. આ અંગે છેલ્લા 2 દિવસમાં શાહે 5 કરતાં વધુ બેઠક કરી છે. સરકાર દરેક રાજ્યના ખેડૂતો માટે અલગ સ્ટ્રેટેજી બનાવી રહી છે.

ખેડૂતોને મનાવવા અને આંદોલન સમાપ્ત કરાવવા માટે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રક્ષામંત્રી રાજનાથ સિંહને અલગ અલગ રાજ્યો અને યુનિયનોની જવાબદારી સોંપવામાં આવી છે. આ બન્ને તમામ સાથે અલગ અલગ વાત કરશે, પણ પંજાબના ખેડૂત નેતાઓની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે.

બન્ને પક્ષ વાતચીતની સ્ટ્રેટેજી બનાવવામાં લાગી ગયા છે. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે સરકાર સાથે ચર્ચા માટે જતા ખેડૂતોની સંખ્યા ઘટાડવામાં આવશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમારે નજર રાખવાની જરૂર છે, જેથી કોઈ અસામાજિક તત્ત્વ અમારી વચ્ચે ન હોય. તો આ તરફ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે આખા મુદ્દા પર ચર્ચા કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.