કૃષિ કાયદા અંગે દુનિયાભરના ખેડૂતનેતાઓ આજે ઓનલાઇન ચર્ચા કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કૃષિ કાયદા અંગે ખેડૂત સંગઠન 26 ફેબ્રુઆરીએ ગ્લોબલ લાઇવ વેબિનાર કરશે. આજે શુક્રવારે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી થશે. વેબિનારમાં ‘ત્રણ કૃષિ કાયદાની ખેડૂતો પર અસર’ વિષય અંગે ચર્ચા થશે, જેમાં દુનિયાભરના ખેડૂતનેતાઓ અને ખેતીવાડી સાથે જોડાયેલા લોકોના સામેલ થવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ વેબિનારમાં ભારતીય ખેડૂત સંગઠનના નેતા હાજર લોકોના સવાલોના જવાબ પણ ઓનલાઈન આપશે. ખેડૂત એકતા મોરચાએ સોશિયલ મીડિયા પર કાર્યક્રમની આખી માહિતી શેર કરી છે. વેબિનાર માટે કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, મેલબર્ન અને બ્રિટનનો સમય પણ શેર કરવામાં આવ્યો છે. વેબિનારમાં સામાન્ય લોકો પણ સવાલ પૂછી શકે છે. રજિસ્ટ્રેશન માટે લિંક પણ શેર કરાઈ છે.

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું દિલ્હીની સરહદ પર આંદોલન ચાલી રહ્યું છે. આજે તમામ જગ્યાએ યુવા ખેડૂત દિવસની ઉજવણી કરાશે, જેમાં તમામ બોર્ડર પર ચાલી રહેલા ધરણાંના મંચ યુવાન ખેડૂતો સંભાળશે. ખેડૂતોએ સાત દિવસ સુધી અલગ અલગ દિવસ ઊજવવાનો નિર્ણય કર્યો છે.

કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તમોરે ગુરુવારે કહ્યું હતું કે અમે કૃષિ કાયદો લાગુ ન કરી શકીએ,કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટની બનાવાયેલી કમિટીએ પોતાના ફીડબેક નથી આપ્યા. અત્યારસુધી અમે ખેડૂતો સાથે 12 વખતની વાતચીત કરી છે. હાલ પણ અમે ખેડૂતો સાથે કોઈપણ સમયે વાતચીત કરવા માટે તૈયાર છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.