સુરતમાં નકલી નોટ બનાવતી ફેકટરીનો પર્દાફાશ, ચારની ધરપકડ
સુરતમાં નકલી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરી એક સ્ટોરની ઓફિસમાં ઓનલાઈન કપડા વેચતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ કથિત રીતે વેબ સિરીઝ ‘ફરઝી’થી પ્રેરિત હતા. તેઓ ઓનલાઈન કપડા વેચવાની આડમાં આ નકલી ચલણનો ધંધો ચલાવતા હતા.
1.20 લાખની નકલી નોટો મળી આવી
સુરત પોલીસની SOG ટીમના અધિકારીઓએ શનિવારે સરથાણા વિસ્તારમાં આવેલી ઓફિસમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ટીમને અહીંથી 1.20 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી. તેમજ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન બાદમાં ચોથા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ કપડાના ઓનલાઈન વેચાણનો ધંધો કરવા માટે એક બિલ્ડિંગમાં ઓફિસ ભાડે રાખી હતી, પરંતુ તેની આડમાં તેઓ નકલી નોટો છાપતા હતા.