પૂર્વ ક્રિકેટરની ગોળી મારી હત્યા, બાળકો અને પત્ની સામે આચરાયો ગુનો

Sports
Sports

શ્રીલંકાથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને પૂર્વ ક્રિકેટરની હત્યા કરી નાખી છે. એક અજાણ્યા વ્યક્તિએ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનને તેના બાળકો અને પત્નીની સામે ગોળી મારી દીધી છે, જેના પરિણામે ક્રિકેટરનું મોત નીપજ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના અંબાલાંગોડા સ્થિત તેમના ઘરે કરવામાં આવી હતી.

સ્થાનિક પોલીસે માહિતી આપી 

અહેવાલો અનુસાર, સ્થાનિક પોલીસે માહિતી આપતા કહ્યું કે ધમ્મિકા નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે ઘરે હતો. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે ધમ્મિકા નિરોશને જીવ ગુમાવ્યો હતો. હજુ સુધી પોલીસ અજાણ્યા શખ્સને પકડી શકી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.