એલોન મસ્કે ટ્વિટરના નવા માલિક પોતાની હત્યાનો ભય
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક હમણાં થોડા સમયથી ખુબ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્વિટરના માલિક એલોન મસ્કે કહ્યું કે, તેના પર જીવનું જોખમ છે. કોઈપણ તેમને મારી શકે છે. આ કારણથી તેને ખુલ્લી કારમાં મુસાફરી કરવાનું છોડી દીધું છે.
એલોન મસ્ક ટ્વિટર સ્પેસ પર જોડાયા હતા જે દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતાં તેણે કહ્યું કે, કોઈ મને મારી શકે છે અને જો કોઈ મારવા માંગે માંગતા હોય તો તે ટીના માટે મુશ્કેલ કામ નથી. જોકે હું આશા રાખું છું કે મારી સાથે આવું કંઈ ન થાય. એલોન મસ્કે વધુમાં કહ્યું કે, તેના કારણે હું ખુલ્લી કારમાં ફરી શકતો નથી.
એલોન મસ્કનું માનવું….
એલોન મસ્ક આ વાતચીત દરમિયાન એમ પણ કહ્યું હતું કે, અમે એવું ભવિષ્ય જોવા માંગીએ છીએ જ્યાં હેરાન કરવાનું કોઈ કારણ ન હોય. એવું પ્લેટફોર્મ બનાવવું જોઈએ જ્યાં વસ્તુઓ દબાવી ન શકાય. આપણે કોઈપણ ડર વગર ખુલ્લેઆમ આપણા વિચારો વ્યક્ત કરી શકીએ. તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી કોઈને હાનિ ન થાય ત્યાં સુધી લોકોને કહેવાની છૂટ હોવી જોઈએ.
છટણી બાદ કંપનીને વિરોધનો સામનો કરવો પડ્યો હતો
એલોન મસ્ક ટ્વિટરનો ખરીદ્યા પછી, કંપનીએ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી હતી. આ કારણે એલોન મસ્કનો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વિરોધનો જોવા મળ્યો હતો. કંપનીના કર્મચારીઓ પણ તેમના પર હુમલો કરતા જોવા મળ્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે, એલોન મસ્ક કંપનીનું વાતાવરણ સંપૂર્ણપણે બગાડી દીધું છે.