ચુંટણી: તેલંગાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષે મતદાન કર્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારે એટલે કે આજે મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 119 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સત્તારૂઢ બીઆરએસે સત્તામાં ટકી રહેવા દમ લગાવ્યો છે. તો કોંગ્રેસ અને ભાજપ મજબૂત પડકાર તરીકે ઉભરી આવ્યાં છે અને ત્રિકોણીય જંગ રચ્યો છે.

તેલંગાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યુ હતું. મતદાન કર્યા બાદ રેડ્ડીએ કહ્યું કે, જનતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. મતદાન સમયે લોકોએ દારૂ અને અન્ય સામગ્રીના આધારે નહીં પણ ઉમેદવાર અને પક્ષને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ, તેમણે દાવો કર્યો કે, તેલંગાણામાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.