Election/ 2024માં કોંગ્રેસ માત્ર આટલી જ સીટો પર જ લડી શકશે લોકસભા ચુંટણી, જાણો કયા કયા રાજ્યોમાં લડશે કોંગ્રેસ ચુંટણી
Election/ કેન્દ્રની સત્તામાં પાછા ફરવા માટે કોંગ્રેસ તમામ પ્રયાસો કરી રહી છે. તે 2014થી સત્તાનો સ્વાદ ચાખી શકી નથી. મલ્લિકાર્જુન ખડગેની આગેવાની હેઠળની આ પાર્ટી અન્ય પક્ષોની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહી છે. જો કે, આ માટે કોંગ્રેસે ઘણી સીટોનું બલિદાન આપવું પડશે, કારણ કે દેશમાં એવી ઘણી લોકસભા સીટો હશે જ્યાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારી શકશે નહીં.
દેશમાં 10 રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસની સરકાર નથી. તેમાંથી દિલ્હી, પંજાબ, કેરળ જેવા રાજ્યો છે. ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો પર સપા અને આરએલડી, બિહારની 40 બેઠકો પર જેડીયુ અને આરજેડી, મહારાષ્ટ્રમાં 48 બેઠકો પર શિવસેના (ઠાકરે) અને એનસીપી, પશ્ચિમ બંગાળમાં 42 બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ, તમિલનાડુમાં 39 બેઠકો પર ડીએમકે, કેરળની 20 બેઠકો પર સીપીઆઈ (એમ), જમ્મુ કાશ્મીરની 6 બેઠકો પર પીડીપી અને નેશનલ કોન્ફરન્સ, ઝારખંડમાં 14 સીટો પર ઝારખંડ મુક્તિ મોરચા, પંજાબમાં 13 સીટો અને દિલ્હીમાં 7 સીટો આમ આદમી પાર્ટી લડશે. આ રાજ્યોમાં લોકસભાની 309 બેઠકો છે.
કોંગ્રેસ અરુણાચલ પ્રદેશની 2, આસામની 14, આંધ્રપ્રદેશની 25, તેલંગાણા 17, ચંદીગઢની 1, છત્તીસગઢની 11, દાદરા અને નગર હવેલી 1, દમણ અને દીવ 1, ગોવા 2, ગુજરાત 26, હરિયાણા 10, હિમાચલ 4, કર્ણાટક 28, લક્ષદ્વીપ, 1 મધ્યપ્રદેશ 29, મણિપુર 2, મેઘાલય 2, મિઝોરમ 1, નાગાલેન્ડ 1, ઓડિશા 21, પોંડિચેરી 1, રાજસ્થાન 25, સિક્કિમ 1, ત્રિપુરામાં 2, ઉત્તરાખંડમાં 5 બેઠકો પર એકલી ચૂંટણી લડી શકે છે. આ રાજ્યોમાં લોકસભાની 233 બેઠકો છે.