રાજસ્થાનના શિક્ષણમંત્રી લીધો એક ટંક ભોજન કરવાનો સંકલ્પ, કહ્યું જ્યાર સુધી મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર નહિ બને ત્યાર સુધી આ માનતા રાખીશ
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ યોજાયો હતો. ત્યારે હવે રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યુ કે જ્યાર સુધી ભગવાન કૃષ્ણની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ નહિ થાય સુધી તે દિવસમાં માત્ર એક જ ટંક ભોજન કરશે. તેમને આ વાત પોતાના ચૂંટણી વિસ્તાર રામગંજ મંડીમાં એક સમ્માન સમારંભમાં આ વાત કહી છે. તેમને વધુમાં કહ્યું કે મેં ફેબ્રુઆરી 1990માં પણ સોગંધ ખાધા હતા કે જ્યાર સુધી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નથી થઇ જતું ત્યાર સુધી તે માળા નહીં પહેરે. જો કે હવે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ તેમના સમર્થકોએ 34 કિલોની એક માળા અને 108 ફૂટ લાંબી એક માળા ચઢાવી હતી. જોકે, દિલાવરે એમ કહેતા માળા પહેરવાનો ઇનકાર કર્યો કે તે ત્યારે જ પહેરશે જ્યારે તે 31 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના દર્શન કરશે.
મહત્ત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરી 1990માં દિલાવરે એવા પણ સોગંધ ખાધા હતા કે જ્યાર સુધી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ખતમ નથી થઇ જતી ત્યાર સુધી તે બેડ પર નહીં ઉંઘે. એમ કહેવામાં આવે છે કે ત્યારથી તે ચટાઇ પર ઊંઘે છે. જ્યારે 2019માં વિવાદાસ્પદ આર્ટિકલ 370ને રદ કરવામાં આવ્યું ત્યારે જઇને તે બેડ પર ઉંઘ્યા હતા.