લિકર પોલિસી કૌભાંડ મામલે ED એક્શન,દિલ્હી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું છે. ઈડીએ (ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. લિકર પોલિસી કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે.
અગાઉ 28 સપ્ટેમ્બરના રોજ ઈડીએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. ઈડીની એફઆઈઆરમાં જણાવ્યા પ્રમાણે ઈન્ડોસ્પિરિટ્સના માલિક સમીર મહેન્દ્રુએ કથિત રીતે સિસોદિયાના નજીકના લોકોને ઓછામાં ઓછી 2 વખત કરોડો રૂપિયા આપ્યા હતા. તેઓ કથિતરૂપે આબકારી નીતિ (Excise Policy) બનાવવા અને તેના અમલીકરણમાં થયેલી ગોલમાલમાં સામેલ શરાબના વેપારીઓ પૈકીના એક હતા.
વધુ વાંચોઃ સમીર મહેન્દ્રુએ એક્સાઇઝ નીતિનો ભંગ કરી એક જ વર્ષમાં રૂ. 50 કરોડનો નફો કર્યો
આ તરફ સીબીઆઈની એફઆઈઆરમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, નાયબ મુખ્યમંત્રી સિસોદિયાના એક કથિત સહયોગી અર્જુન પાંડેએ એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના પૂર્વ સીઈઓ વિજય નાયર તરફથી સમીર મહેન્દ્રુ પાસેથી આશરે 2-4 કરોડ રૂપિયાની રોકડ લીધી હતી.
તાજેતરની રેડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ગંદા રાજકારણ માટે અધિકારીઓનો સમય બરબાદ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ તેમણે સીબીઆઈ અને ઈડીના 300થી વધારે અધિકારીઓ 24 કલાક મનીષ સિસોદિયા વિરૂદ્ધ પુરાવા શોધવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતું કશું કર્યું નથી માટે તેમને કશું નથી મળી રહ્યું તેવો બચાવ કર્યો હતો અને 500થી વધુ સ્થળોએ પાડવામાં આવેલા દરોડાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. માં, 3 શહેરોના 35 સ્થળોએ દરોડા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.