દશેરાએ પંજાબમાં મોદી અને ઉદ્યોગપતિના રાવણના પૂતળાનું કરાયું દહન, ભાજપ અધ્યક્ષ ભડક્યા અને લગાવ્યા આ આરોપ
પંજાબમાં વિજયાદશમીના પર્વે રાવણના પુતળામાં પીએમ નરેન્દ્ર મોદીનું મુખ લગાવીને સળગાવવા મુદ્દે ઘમાસાણ શરૂ થઈ ગયું છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, પંજાબમાં આ ડ્રામા રાહુલ ગાંધીના ડાયરેક્શનમાં થયો છે. નડ્ડાએ કહ્યું કે આ ઘટના શરમજનક છે.
રાહુલ ગાંધી બોલ્યા
તો રાહુલ ગાંધીએ આ ઘટના ઉપર કહ્યું કે, સમગ્ર પંજાબમાં પીએમ મોદીના પુતળા સળગાવવામાં આવ્યાં છે. રાહુલે કહ્યું કે, આ દુઃખદ છે કે પંજાબમાં પીએમ પ્રત્યે લોકોનો ગુસ્સો આ સ્તર સુધી પહોંચી ગયો છે. પીએમ મોદીએ આ લોકો સાથે વાત કરવી જોઈએ.
ભડક્યાં જેપી નડ્ડા
જણાવી દઈએ કે રવિવારે પંજાબમાં કેટલાક લોકોએ રાવણના પુતળામાં પીએમ મોદીનું માસ્ક લગાડીને તે પુતળાનું દહન કર્યું હતું. તેના પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ભડક્યાં છે અને કહ્યું છે કે, પંજાબમાં પીએમ મોદીના પુતળાના દહનનો શરમજનક ડ્રામા રાહુલ ગાંધી દ્વારા નિર્દેશિત કરાયો હતો. પરંતુ તેને આવી આશા ન હતી. તેણે કહ્યું કે, નહેરૂ આને ગાંધી પરિવાર ક્યારેય પ્રધાનમંત્રી પદનો આદર નથી કર્યો. 2004-2014ની વચ્ચે એવું જોવા મળ્યું હતું કે યુપીએ શાસનકાળમાં પીએમ પદને સંસ્થાગત રૂપે નબળુ પાડવામાં આવ્યું હતું.