ગરમીનાં કારણે કર્મચારીને ઓફીસમાં ચડ્ડો પહેરવો પડ્યો મોંઘો, થયા સસ્પેન્ડ
રાજસ્થાનના અજમેરમાં કાળઝાળ ગરમીની અસર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં પણ જોવા મળી રહી છે. અહીં વધી રહેલા તાપમાનને કારણે શિક્ષણ વિભાગના સેક્શન ઓફિસર રાજેશ ટેક ચાંદની સોમવારે બર્મુડા અને ટી-શર્ટ પહેરીને ઓફિસ પહોંચ્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આ કર્મચારી અધિકારીઓની સામે બેસીને બરમુડા અને ટી-શર્ટમાં વાત કરતો જોવા મળે છે. અહીં બેઠક દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓ સાથે તેમની બોલાચાલી થઈ હતી અને હોબાળો થયો હતો. જે બાદ આ વીડિયો સામે આવતાં માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ કૈલાશ ચંદ્ર શર્માએ મામલાને ગંભીરતાથી લીધો હતો. સંબંધિત કર્મચારીને વિભાગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- વિડીયો લીંક
https://twitter.com/parmoddhukiya/status/1795386086786846889