કોલેજિયમ મુદ્દે સુપ્રિમે સરકારનો ઉઘડો લીધો અમને કાયદાકીય રીતે નિર્ણય લેવા મજબૂર ન કરશો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોલેજિયમની ભલામણ છતાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે.
સોમવારે આ મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે’એવું લાગે છે કે, સરકાર નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC)ને રદ્દ કરવાથી નાખુશ છે. જો કેન્દ્ર સરકાર ન્યાયાધીશોની નિમણૂક પર બેઠી રહેશે તો સિસ્ટમ કેવી રીતે કામ કરશે. અમને ન્યાયિક પક્ષ પર નિર્ણય લેવા માટે અમને દબાણ કરશો નહીં.’
કોર્ટે એજી અને એસજીને કહ્યું કે ‘તે સરકારને આ સુનિશ્ચિત કરવા માટેની સલાહ આપે કે, દેશના કાયદાનું પાલન કરવામાં આવે.
કોલેજિયમ સિસ્ટમએ ન્યાયાધીશોની જાતે જ જજોની નિમણૂક કરવાની પ્રથા છે અને આ અંગે સરકાર અને સર્વોચ્ચ અદાલત વચ્ચે કેટલાક મતભેદો છે.
કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુએ ગયા મહિને કહ્યું હતું કે, દેશના લોકો કોલેજિયમ સિસ્ટમથી ખુશ નથી અને બંધારણની ભાવના મુજબ ન્યાયાધીશોની નિમણૂક કરવાનું સરકારનું કામ છે. આ કેસની આગામી સુનાવણી 8 ડિસેમ્બરે થશે.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ યુ. યૂ. લલિતે 13 નવેમ્બરે કહ્યું હતું કે, કોલેજિયમ સિસ્ટમમાં કંઈ ખોટું નથી. તેમણે ‘PTI-ભાષા’ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, ‘કોલેજિયમ સિસ્ટમ અહીં અસ્તિત્વમાં રહેશે અને તે એક સ્થાપિત ધોરણ છે, જ્યાં ન્યાયાધીશ જ ન્યાયાધીશની પસંદગી કરે છે.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.