અસુરક્ષિત એપ સ્ટોર પર લિસ્ટ ન કરવા ગુગલ-એપલને નિર્દેશ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, જો તમને પણ તાત્કાલિક લોન આપનારા એપ્સથી પરેશાની હોય તો તમારા માટે આ મોટા સમાચાર છે. ભારતમાં તમામ પ્રકારની ઈન્સ્ટન્ટ લોન એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે.

સરકારે આ મામલે ગૂગલ અને એપલને આદેશ આપી દીધો છે. સરકારે આ નિર્ણય આવી લોન એપ્સ દ્વારા લોકો સાથે થઈ રહેલી ઠગાઈ-છેતરપિંડીને ધ્યાનમાં રાખીને લીધો છે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આજે ગુગલ એપ સ્ટોરઅને એપલ એપ સ્ટોરબંને પર અનેક એપ્લિકેશન છે જેનો ભારતીયો દ્વારા ઉપયોગ કરાય છે. અમે એપ્લિકેશનના એક સેટને ટ્રેક કરી રહ્યા છીએ જે લોન એપ્લિકેશન છે.
તેમણે આગળ કહ્યું કે અમે ગુગલઅને એપલબંનેને એક એડવાઈઝરી જાહેર કરી છે કે તેઓ અસુરક્ષિત એપ્લિકેશન કે ગેરકાયદે એપ સ્ટોર પર લિસ્ટ ન કરે. તમામ ડિજિટલ નાગરિકો માટે ઈન્ટરનેટને સુરક્ષિત અને વિશ્વસનીય બનાવી રાખવું અમારી સરકારનું મિશન અને ઉદ્દેશ્ય છે.

રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આ એપ્સને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આરબીઆઈ સાથે જલદીથી જલદી બેઠક યોજાશે અને એક યાદી બનાવાશે. એ યાદી આવ્યા બાદ ફક્ત એ જ એપ ઈન્સ્ટન્ટ લોન આપી શકશે જે એ યાદીમાં સામેલ રહેશે. તેના માટે એક માપદંડ નક્કી કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.