ડીઝલ-પેટ્રોલનો ભાવ આસમાને પહોંચ્યો, જાણો એક વર્ષમાં કેટલી વધી કિંમત

Business
Business

કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને મજબુત બનાવવા માટે પેટ્રોલ અને ડીઝલ પર એગ્રી ઇન્ફ્રા સેસે લગાવવાની ઘોષણા કરી છે, નાણાકિય વર્ષ 2021-22 નાં બજેટમાં પેટ્રોલ પર પ્રતિ લીટર 2.5 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 4 રૂપિયાનો એગ્રી ઇન્ફ્રા સેસની દરખાસ્ત રાખવામાં આવી છે, જો કે સરકાર દ્વારા આ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ સેસનો ભાર ગ્રાહકો પર નાખવામાં આવશે નહીં, પરંતું તે કંપનીઓ પાસેથી જ વસુલવામાં આવશે.

જો કે હાલની સ્થિતીમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઐતિહાસિક ઉંચાઇ પર છે, શનિવારે મુંબઇમાં પેટ્રોલનો રેટ 93.49 રૂપિયા નોંધાયો છે, ત્યાં જ રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો રેટ 86. 95 એટલે કે લગભગ 87 રૂપિયા. ત્યાં જ ચેન્નાઇમાં 89.39 રૂપિયા અને કોલકાત્તામાં 88.30 રૂપિયા પ્રતિ લીટર છે. એજ પ્રમાણે ડીઝલની વાત કરીએ તો મુંબઇમાં તેની કિંમત 83.99 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઇમાં 82.33 રૂપિયા પ્રતિ લીટર, કોલકત્તામાં 80.71 રૂપિયા પ્રતિ લિટર અને રાજધાની દિલ્હીમાં 77.13 રૂપિયા પ્રતિ લીટર છે, ગત વર્ષની તુલનામાં માત્ર એક જ વર્ષમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 20 રૂપિયાની વૃધ્ધી થઇ છે, જ્યારે ડીઝલની કિંમતમાં લગભગ 15 રૂપિયાની વૃધ્ધી નોંધાઇ છે.

ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ એટલે કે આઇસીઇ પર બ્રેંટ ક્રૂડનો ભાવ 55.13 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો હતો, ન્યુયોર્ક મર્કેન્ટાઇલ એક્સચેન્જ એટલે કે નાયમેક્સ પર અમેરિકન ક્રૂ઼ડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટનો બિઝનેસ 51.09 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો હતો. ત્યાં જ વર્તમાનમાં ક્રુડ ઓઇલની કિંમતની વાત કરીએ તો યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (WTI) ક્રુડ ફ્યુચર 51 સેન્ટ એટલે કે 0.9 ટકાની તેજી સાથે 56.73 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું છે, ત્યાં જ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 45 સેન્ટ એટલે કે 0.8 ટકાની તેજી સાથે 59.28 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.